આજે આપણે જોઈશું કે લીંબુ ના રસને લાંબો સમય કેવી રીતે સ્ટોર કરવો જેથી જો તમે વધારે પ્રમાણમાં જો લીંબુ લાવ્યા છો તો આ રીતે એનો રસ ફ્રોઝન કરીને લાંબો સમય એનો ઉપયોગ કરી શકો છો અને લીંબુનો બગાડ પણ નથી થતો તો ચાલો એને કેવી રીતે સ્ટોર કરવો એ જોઈ લઈએ .
સામગ્રી :
૫૦૦ ગ્રામ લીંબુ
રીત :
1)લીંબુને બે વાર સાફ પાણી થી ધોઈ લો

2) એક વાડકામાં એનો રસ કાઢી લો

3) બરફ જમાવવાની ટ્રે માં એને ભરી લો અને ફ્રીઝરમાં મૂકી દો

4) બરફ જામી એટલે આ ટૂકડા ને તમે ઝીપ પાઉચમાં ભરીને સ્ટોર કરી શકો છો
