હવે કારેલાની છાલનો આ રીતે સરસ ઉપયોગ કરજો | Gujarati Bhajiya Recipe

તમે મેથીના ,બટાકાના ,પાલકના ,મિક્ષ ભાજીના એવા ભજીયા તો ખાધા હશે આજે આપણે બનાવીશું કારેલાની છાલ ના ભજીયા ,આપણે જયારે કારેલા નું શાક બનાવીએ ત્યારે છાલને ફેંકી દેતા હોઈએ છે તો હવે આ રીતે એનો ઉપયોગ કરી સરસ ભજીયા બનાવજો દરેક ને ભાવશે અને કોઈ ને ખબર પણ નહી પડે કે આ મેથી ના ગોટા છે કે કારેલા ની છાલ ના આ એટલા ટેસ્ટી બને છે તો ચાલો એની રીત જોઈ લઈએ

સામગ્રી :

૧.૫ કપ કારેલા ની છાલ

૩ કપ બેસન

૨ ચમચી ખાંડ

૨-૩ સમારેલા મરચા

સમારેલી કોથમીર

મરી પાવડર

૧/૪ ચમચી સોડા

૧ ચમચી લીંબુ નો રસ

મીઠું સ્વાદ પ્રમાણે

તેલ

રીત :

1)એક બાઉલમાં મીઠું ,સોડા અને લીંબુ સિવાય ની બધી સામગ્રી મિક્ષ કરી લો,હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી મિક્ષ કરી લો

2) ખીરામાં સોડા એડ કરો અને સોડાની ઉપર લીંબુ નો રસ એડ કરી ખીરું સરસ રીતે મિક્ષ કરી લો

3) તેલ ગરમ કરવા મુકો હવે એમાં આ રીતે ભજીયા મૂકી મીડીયમ ગેસ પર લાઈટ ગોલ્ડન બ્રાઉન કલરના તળી લો

4) હવે આ ભજીયા સર્વિંગ માટે તૈયાર છે મેં અત્યારે દહીં સાથે એને સર્વ કર્યા છે તમે ઈચ્છો તો કેચપ કે ચટણી સાથે પણ એને સર્વ કરી શકો છો

Watch This Recipe on Video