રેસ્ટોરન્ટ જેવી પંજાબી સબ્જી હવે ઘરે બનાવો | Paneer Tawa Masala| Punjabi Subji

આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર તવા મસાલા , રેસ્ટોરન્ટ જેવી સબ્જી ઘરે બનાવવા જો તમે થોડીક ટીપ્સ નું દયાન રાખો તો એવી જ સબ્જી સરળ રીતે એકદમ ચોખ્ખી અને ટેસ્ટી તમે બનાવી શકો છો તો ચાલો એની રીત જોઈ લઈએ

સામગ્રી :

૫૦૦ ગ્રામ ટામેટા

૧૦૦ ગ્રામ દૂધી

૩ ચમચી તેલ

૩ લવિંગ

૩ કાળા મરી

૧ નાનો ટૂકડો તજ

૧ સ્ટાર વરીયાળી

૩-૪ લીલા મરચા

થોડું આદું

૧ ચમચી ધાણાજીરું

૧ ચમચી કાશ્મીરી લાલ મરચું

૧/૨ ચમચી હળદર

૧ ચમચી પંજાબી ગરમ મસાલો

૧/૨ ચમચી કિચન કિંગ મસાલો

મીઠું સ્વાદ પ્રમાણે

થોડી કસૂરી મેથી

૧/૨ કપ દૂધ

૨ ચમચી મલાઈ કે ક્રિમ

સમારેલી કોથમીર

થોડું જીરું

સુકું લાલ મરચું

પનીર અને વેજીટેબલ સાંતળવા

૧૦૦-૧૫૦ ગ્રામ પનીર

૧ સમારેલું ટામેટું

૧ કેપ્સીકમ

૨ લીલા મરચા

ચપટી પંજાબી મસાલો

 લાલ મરચા ની પેસ્ટ 

મીઠું

કોથમીર

૧ ચમચી તેલ

૧ ચમચી બટર

રીત :  

1)ટામેટા અને દૂધી ને કૂકર માં ૨ વ્હીસલ કરી બાફી લો પછી એને મિક્ષરમાં કે હેન્ડ બ્લેન્ડર થી ક્રશ કરી લો અને ગાળી લો એટલે આ રીતે પ્યુરી બની જશે , જે લોકો ડુંગળી ખાતા હોય એ દૂધી ના બદલે ડુંગળી એડ કરી શકે

2) કડાઈમાં તેલ ગરમ મૂકો અને એમાં ખડા મસાલા , જીરું ,સુકું મરચું ,સમારેલા મરચા અને આદું ઉમેરી સાંતળી લો હવે એમાં ટામેટા ની પ્યુરી એડ કરો અને બધા મસાલા કરી દો ગ્રેવી ને મીડીયમ ગેસ પર ચઢવા દો ૧૨ થી ૧૫ મિનીટ પછી એમાં દૂધ અને મલાઈ એડ કરો

3) બીજા વાસણ માં બટર અને તેલ ગરમ કરવા મુકો એમાં પનીર અને વેજીટેબલ એડ કરો અને બધા મસાલા કરી ૨-૩ મિનીટ સાંતળી લો હવે એને ગ્રેવી માં એડ કરી મિક્ષ કરી લો

4) ગ્રેવીમાં તેલ ઉપર આવે ત્યાં સુધી સબ્જી ને ચઢવા દેવી તો જ સબ્જી નો પરફેક્ટ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ લાગે જો એ પ્રોપર ચઢે નહી તો એમાં થી પાણી છૂટે એટલે તેલ ઉપર આવે એટલે એમાં થોડું છીણેલું પનીર એડ કરી મિક્ષ કરી લો

5) હવે આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર તવા મસાલા સર્વિંગ માટે તૈયાર છે ,તમે આને નાન ,પરોઠા ,તંદુરી રોટી કે જીરા રાઈસ ગમે તેની સાથે સર્વ કરી શકો છો

નોંધ :

સબ્જી ને પરફેક્ટ બનાવવા એને પ્રોપર સાંતળવી ખૂબ જ જરૂરી છે નહી તો જયારે તમે એને સર્વ કરો ત્યારે એમે થી પાણી છૂટે ,ટામેટા ની ગ્રેવી એકદમ ચઢી જાય પછી જ દૂધ અને મલાઈ એડ કરવી જો મલાઈ ના બદલે ફ્રેશ ક્રિમ એડ કરવું હોય તો કરી શકો

જે લોકો ડુંગળી ખાતા હોત એ દૂધી ના બદલે ડુંગળી લઈ શકે છે અને વઘાર માં જો લસણ એડ કરવું હોય ૪-૫ કળી લસણ એડ કરી શકો જો ડુંગળી એડ કરતાં હોવ તો દૂધ એડ ના કરવું

Watch This Recipe on Video