આજે આપણે બનાવીશું એક હેલ્ધી રેસીપી “પીનટ બટર “ , આ માર્કેટ માં પણ મળતું હોય છે અને ઘણું મોંધુ પણ હોય છે તો આજે આપણે એવું જ પીનટ બટર સરળ રીતે ,ચોખ્ખું અને એ પણ માર્કેટ કરતા ઓછા ભાવમાં તૈયાર કરીશું ,પીનટ બટર બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે તે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે ,હાડકાં મજબુત કરે છે , આંખો ની રોશની વધારે છે સાથે જ જો બાળકોને કબજીયાત નો પ્રોબ્લમ હોય તો એ પણ નથી રહેતો તો હવે આવું હેલ્ધી અને ઉપયોગી એવું પીનટ બટર ઘરે બનાવજો જેથી એમાં થી અલગ અલગ રેસીપી બનાવીને બાળકોને આપી શકો તો ચાલો એની રીત જોઈ લઈએ
સામગ્રી :
૧ કપ સીંગદાણા
૧/૨ નાની ચમચી ખાંડ
૨ ચમચી મધ
૨-૩ ચમચી સીંગતેલ
થોડુ મીઠું
રીત :
1)સૌથી પહેલા સીંગદાણા ને ધીમા તાપે સરસ આછા ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી શેકી લો સતત હલાવતા રહેવું જેથી તે સરસ શેકાય , સીંગદાણા શેકાઈ જાય એટલે એને ઠંડા થવા દો પછી હાથ થી મસળી એના છોતરા ઉતારી સાફ કરી લો

2) મિક્ષર માં તેલ સિવાય ની બધી વસ્તુ મિક્ષ કરી આ રીતે ક્રશ કરી લો જરૂર લાગે તો મિક્ષર ફેરવો અને વચ્ચે વચ્ચે મિક્ષ કરતા જઈ આ રીતનું વાટી લો , પછી એમાં તેલ એ કરો અને ફરી ક્રશ કરો

3) આ રીત નું સ્મૂથ ટેક્ષ્ચર આવે ત્યાં સુધી એને મિક્ષ કરો , હજુ થોડું લૂઝ જોઈતું હોય તો થોડું મધ અને તેલ એડ કરી શકો

4) તૈયાર પીનટ બટરને એક વાટકા માં કાઢી લો એને એક કાચ ની બોટલ માં ભરી ને સ્ટોર કરો એને બહાર જ રાખવાનું છે આ ૨૦ દિવસ સુધી સારું રહે છે

5) હવે આ પીનટ બટર નો ઉપયોગ કરીને તમે આ રીતે બ્રેડ બટર કે કુકીઝ બનાવી શકો , મેં જે આ કુકીઝ બનાવ્યા છે એમાં સાદા રેગ્યુલર મોનેકો બિસ્કીટ નો ઉપયોગ કર્યો છે તમારે એક બિસ્કીટ પર પીનટ બટર લગાવવાનું અને એની ઉપર બીજું બિસ્કીટ મૂકી દબાવી દેવાનું એટલે માર્કેટ માં જે મોનેકો પીનટ બટરવાળા મળે છે એવા બની જશે ,આ નો ઉપયોગ કરીને તમે બીજા પણ હોમમેડ બિસ્કીટ બનાવી શકો ,અને મેં બ્રેડ બટર બનાવવામાં ઘઉંની બ્રેડ લીધી છે એમાં મલ્ટીગ્રેન પણ લઈ શકાય
