ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મલાઈ પેંડા ,જેવા માર્કેટ માં પેંડા મળે છે એના કરતાં ચોખ્ખા અને સરસ પેંડા આપણે ઘરે સરળ રીતે બનાવી શકીએ છીએ કેમકે બહાર ની મીઠાઈ માં કેવો માવો અને ખાંડ વપરાતી હોય એની આપણને ખબર નથી હોતી જયારે ઘરે આપણે દરેક વસ્તુ સારી ક્વોલીટી અને ચોખ્ખી વાપરતા હોઈએ એટલે એમાંથી બનેલી મીઠાઈ પણ હેલ્ધી હોય છે તો હવે કોઈ પણ તહેવાર કે ફન્કશન હોય ઘરે જ ચોખ્ખી આ રીત ની મીઠાઈ બનાવજો
સામગ્રી :
૨૫૦ ગ્રામ – મોળો માવો
૧/૨ કપ બુરું ખાંડ
થોડો ઈલાઈચી પાવડર
બદામ , પીસ્તા
રીત :
1)સૌથી પહેલા મોળા માવાને છીણી થી છીણી લો (જો માવો ફ્રીઝર માં મૂક્યો હોય તો એને થોડી વાર પહેલા બહાર કાઢી લો અને એ રૂમ ટેમ્પરેચર આવે એ પછી એને છીણી લેવો

2) કડાઈમાં આ માવા ને ધીમા ગેસ પર શેકી લો અને આને શેકતી વખતે આમાં ઘી કે કશું જ એડ કરવાની જરૂર નથી પડતી માવા માંથી ઘી છુટું પડવા લાગે એટલે ગેસ બંધ કરી દેવો

3) આ શેકેલા માવાને એક વાસણ માં કાઢી લો અને અને ઠંડો થવા દો

4) માવો ઠંડો થાય એટલે એમાં ઈલાઈચી પાવડર અને બુરું ખાંડ ઉમેરો અને સરસ રીતે મિક્ષ કરી લો , ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી કરી શકો

5) હવે એમાં થી આ રીતે પેંડા બનાવી લો અને એના ઉપર સમારેલું બદામ અને પીસ્તા મુકો ,તમારે એકલી બદામ કે પીસ્તા મુકવા હોય તો પણ મૂકી શકો

6) પેંડા સર્વિંગ માટે તૈયાર છે આને તમે ફ્રિજ માં ૪-૫ દિવસ સુધી સ્ટોર કરી શકો.
