આજે આપણે બનાવીશું ઉપવાસ નો સ્પેશિયલ ફરાળી લોટ , માર્કેટ માં આમ તો ફરાળી લોટ મળતો હોય છે પણ ઘણી વાર એવું સાંભળવામાં આવતું હોય છે કે ફરાળી લોટ માં ભેળસેળ થતી હોય છે તો આજે આપણે ચોખ્ખો ફરાળી લોટ ઘરે કેવી રીતે બનાવવો તે જોઈશું , આ લોટ નો ઉપયોગ કરીને તમે તમે ઘણી બધી ફરાળી રેસીપી બનાવી શકો છો જેવી કે ફરાળી હાંડવો ,ભાખરી ,પુરી ,બિસ્કીટ ,મુઠીયા વગેરે ….
અને તમે આ લોટ ને બનાવીને એર ટાઈટ ડબ્બામાં ભરીને બહાર ૧ મહિના સુધી અને ફ્રીજમાં ૨ મહિના સુધી સ્ટોર કરી શકો છો તો ચાલો ફરાળી લોટ ઘરે કેવી રીતે તૈયાર કરવો એ જોઈ લઈએ
સામગ્રી :
૧/૩ કપ (૫૦ગ્રામ ) – મોરૈયો
૧/૪ કપ (૨૫ ગ્રામ ) – સાબુદાણા
૧/૨ કપ (૭૫ ગ્રામ) – રાજગરા નો ઝીણો લોટ
૩ ચમચી – શિંગોડા નો લોટ
રીત :
1)સૌથી પહેલા મોરૈયાને એક ચોખ્ખા કપડાં થી લૂછી લો હવે એને મિક્ષરના નાના જારમાં કોરો જ દળી લો અને બને એટલો ઝીણો લોટ દળવા નો છે

2) એજ રીતે સાબુદાણા ને પણ કપડા થી લૂછી લો અને મોરૈયાની જેમ સાબુદાણા નો પણ એકદમ ઝીણો લોટ બનાવી લો

3) હવે એકદમ ઝીણો લોટ ચાળવાની કે મેંદા ની ચારણી થી આને ચળવાના છે

4) ચાળી લીધા પછી એમાં જ રાજગરા નો લોટ અને શિંગોડા નો લોટ પણ ઉમેરીને ચાળી લો અને બધા લોટ સરસ રીતે મિક્ષ કરી લો

5) ફરાળી લોટ બનીને તૈયાર છે હવે આને તમે બહાર કે ફ્રીજમાં બંને રીતે સ્ટોર કરી શકો અને ઉપર જણાવ્યું એ પ્રમાણે તમે આમાંથી ઘણી બધી રેસીપી બનાવી શકો છો
