અમદાવાદ નાં માણેકચોક જેવી પાંવ ભાજી હવે ઘરે બનાવો | Street Style Pav Bhaji

ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પાવભાજી એ પણ જેવી બજારમાં મળે છે એવી ટેસ્ટી અને ફ્લેવરફૂલ . બહાર જેવી જ પાવભાજી ઘરે બનાવવી ખૂબ જ સરળ છે સાથે હું તમને એવી રીત બતાવીશ જેનાથી તમે બે પાવભાજી (સ્વામિનારાયણ અને રેગ્યુલર )સરળ રીતે બનાવી શકશો ,તો જો ઘરે કોઈ ફન્કશન હોય અને તમારે જો બે ભાજી બનાવવાની થાય તો તમે સરળ રીતે બહાર જેવી જ ટેસ્ટી ભાજી ઘરે બનાવી શકો તો ચાલો એની રીત જોઈ લઈએ

સામગ્રી :

૨૫૦ ગ્રામ બટાટા

૧૦૦ ગ્રામ લીલા વટાણા

૩ ટામેટા૧ કેપ્સીક્મ

૩ લીલા મરચા

૨ ડુંગળી (જો નાખવી હોય તો )

૪-૫ કળી લસણ (જો નાખવા હોય તો )

૩ ચમચી તેલ

૪ ચમચી બટર

૨ ચમચી પાવભાજી મસાલો

૧ ચમચી કાશ્મીરી લાલ મરચું

૧ નાની ચમચી ધાણાજીરું

મીઠું સ્વાદ પ્રમાણે

સમારેલી કોથમીર

પાણી

સર્વિંગ માટે

પાવ

ટામેટા

લીંબુ

રીત :

1)સૌથી પહેલા બટાટા અને વટાણાને કુકરમાં થોડું મીઠું અને પાણી ઉમેરી ૩-૪ વ્હીસલ કરી લેવી , એમાંથી વધારાનું પાણી એક વાટકામાં કાઢી લો અને પછી એને મેશર ની મદદ થી મેશ કરી લો (મેં અત્યારે ફ્રોઝન વટાણા લીધા છે તમારે લીલા કે સૂકા લેવા હોય તો લઇ શકો

2) કડાઈમાં ૨ ચમચી તેલ અને ૨ ચમચી બટર ગરમ કરવા મુકો એ થોડું ગરમ થાય એટલે એમાં સમારેલા લીલા મરચા અને કેપ્સીકમ ઉમેરી ૧ મિનીટ સાંતળી લો ,એ પછી એમાં બી કાઢીને સમારેલા ટામેટા એડ કરો (અત્યારે આમાં ડુંગળી કે લસણ એડ કરવાનું નથી )

3) હવે એમાં મીઠું ,પાવભાજી મસાલો ,કાશ્મીરી મરચું અને ધાણાજીરું એડ કરી બધું સરસ રીતે મિક્ષ કરી લો ૧ મિનીટ સંતળાય એ પછી એમાં ૧-૨ ચમચી પાણી એડ કરી ૨ મિનીટ ચઢવા દઈશું જેથી મસાલો અને ટામેટા સરસ રીતે ચઢી જાય ,ટામેટા ચઢી જશે એટલે તેલ એમાં દેખાવા લાગશે

4) આ રીતે તેલ દેખાય એટલે એમાં મેશ કરેલા બટાટા અને વટાણા એડ કરી સરસ રીતે મિક્ષ કરી લો તો હવે આ બેસીક ભાજી બનીને તૈયાર છે એને એક વાસણ માં કાઢી લેવી

5) ફરી એજ કડાઈમાં ૧ ચમચી તેલ અને ૨ ચમચી બટર ગરમ કરવા મુકો હવે એક વાટકીમાં ૧ નાની ચમચી પાવભાજી મસાલો ,૧ નાની ચમચી કાશ્મીરી મરચું , થોડું ધાણાજીરું અને ૧-૨ ચમચી પાણી ઉમેરી એની પેસ્ટ બનાવવી. હવે આ પેસ્ટ ગરમ થયેલા તેલ અને બટરમાં નાખી સાંતળો (જેણે રેગ્યુલર ભાજી બનાવવી હોય એણે તેલ અને બટર માં પહેલા ડુંગળી અને લસણ સાંતળવું એ પછી આ પેસ્ટ નાખવી )લાલ પેસ્ટ સેજ સંતળાઈ જાય એટલે એમાં કોથમીર એડ કરી જે ભાજી બનાવીને રાખી છે એ આમાં એડ કરી મિક્ષ કરી લો , ભાજી ની જેવી થીક્નેસ તમને પસંદ હોય એ પ્રમાણે એમાં પાણી એડ કરી ૧-૨ મિનીટ ભાજી ને ચઢવા દો પછી ગેસ બંધ કરી દેવો

6) એક તવી લો એમાં બટર ગરમ કરો એમાં ચપટી પાવભાજી મસાલો ,કોથમીર અને સેજ તૈયાર ભાજી મિક્ષ કરી કટ કરેલું પાંવ આમાં શેકી લો ,તમારે પાંવ તેલમાં શેકવું હોય તો પણ શેકી શકો (બજારમાં ભાજી જેમાં બને એ જ તવામાં પાંવ શેકતા હોય પણ આપણે અલગ તવી માં શેકીએ છીએ એટલે આ રીતે થોડી ભાજી એડ કરી પાંવ શેકીશું )

7) હવે આ તૈયાર પાવભાજી ને ટામેટા ના સલાડ અને લીંબુ સાથે સર્વ કરીશું (જેમણે રેગ્યુલર ભાજી બનાવી હોય એ ડુંગળી નું સલાડ સર્વ કરી શકે )

નોંધ :

તમારે જો વધારાના શાક જેવા કે કોબીજ, ફૂલાવર, રીંગણ કે ગાજર એવું કઈ એડ કરવું હોય બાફવા માં એડ કરી શકો પણ જનરલી બજારની ભાજી આટલી વસ્તુ થી બનતી હોય છે તો એકવાર આ રીતે ટ્રાય જરૂર કરજો , તેલ અને બટર વધારે લેવું હોય તો લઈ શકો

Watch This Recipe on Video