આજે આપણે બનાવીશું ગણેશજી માટે હેલ્ધી અને સુગર ફ્રી મોદક , આ મોદક બનાવવા આપણને ફક્ત ૩ જ વસ્તુ ની જરૂર છે સાથે આમાં આપણને ઘી , માવો , ખાંડ કે દૂધ કોઈ જ વસ્તુ ની જરૂર નથી અને આને બનાવવામાં ફક્ત ૫ જ મિનીટ નો સમય લાગે છે તો ચાલો આવા સરસ હેલ્ધી અને સુગર ફ્રી મોદક કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ
સામગ્રી :
૨૦૦ ગ્રામ અંજીર
૧ કપ સમારેલા બદામ પીસ્તા
૨ ચમચી ગુલકંદ
રીત :
- સૌથી પહેલા અંજીર ને ગરમ પાણી માં ૧ કલાક માટે પલાળીને રાખવા જેથી એ એકદમ સરસ પોચા થઈ જાય

2) હવે આ પલાડેલા અંજીર ને પાણી વગર જ મિક્ષ્રર જાર માં લઈ ક્રશ કરી લો

3) કડાઈ આ અંજીર ની પેસ્ટ એડ કરી ધીમા થી મધ્યમ ગેસ પર ૪-૫ મિનીટ સાંતળો જેથી એમાં જે મોઈશ્ચર હોય એ ના રહે અને એ ડ્રાય થઈ જાય

4) આ મિશ્રણ માં સમારેલા બદામ – પીસ્તા અને ગુલકંદ એડ કરી મિક્ષ કરો આ સમયે ગેસ એકદમ ધીમો રાખવો

5) બધું સરસ રીતે મિક્ષ થઈ જાય એટલે આ મિશ્રણ ને એક થાળીમાં કાઢી ઠંડુ થવા દો

6) ઠંડુ થઈ જાય એટલે મોદક નું મોલ્ડ લઈ એમાં આ મિશ્રણ દબાવીને ભરો અને આ રીતે મોદક બનાવી લો (જો મોદક નું મોલ્ડ ના હોય તો આના લાડુ પણ બનાવી શકો )

7) હવે આ હેલ્ધી સુગર ફ્રી મોદક સર્વિંગ માટે તૈયાર છે
