હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રીંગણનો ઓળો જેને રીંગણ નું ભરથું પણ કહેતા હોય છે આ એકદમ ટેસ્ટી , તીખું અને ચટાકેદાર હોય છે અને ખાસ કરીને શિયાળાના દિવસોમાં આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે આ શાક ની સાથે બાજરીનો રોટલો , આથેલા મરચા અને છાશ સર્વ કરવામાં આવે છે જેનાથી એનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે રીંગણમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન , મિનરલ અને વિટામિન હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે તો ચાલો આ સરસ મજાનું શાક કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 10 મિનિટ
બનાવવાનો સમય : 15 – 20 મિનિટ
સર્વિંગ : 2 – 3 વ્યક્તિ
સામગ્રી :
2 મોટા કાળા રીંગણ
3 છીણેલા ટામેટા
1 – 2 ચમચી વાટેલા લીલા મરચા
100 ગ્રામ સમારેલી કોથમીર
4 – 5 ચમચી તેલ
2 ચમચી લાલ મરચું
1 ચમચી ધાણાજીરું
1 ચમચી હળદર
મીઠું
1 નાની ચમચી ખાંડ
1 / 2 ચમચી ગરમ મસાલો
250 ગ્રામ ઝીણી સમારેલી ડુંગળી (નાખવી હોય તો)
7 – 8 કળી વાટેલું લસણ (નાખવું હોય તો)
રીત :
1) સૌથી પહેલા આવા જ મોટા કાળા રીંગણ મળે છે એ લેવા અને રીંગણ લેતી વખતે એ કાણાવાળા કે સડેલા ના હોય એનું ખાસ ધ્યાન રાખવું આને ધોઈને સાફ કરી લો પછી એને ચાર ભાગમાં કટ કરો અને એના ઉપર તેલ લગાવી દો હવે રીંગણ ને ગેસ ઉપર આપણે સરસ રીતે શેકી લઈશું રીંગણ બધી બાજુથી અને ઉપરની બાજુથી સરસ છે શેકેલું હોવું જોઈએ થોડી થોડી વારે એને ફેરવીને સરસ આવું શેકી લેવાનું છે પછી એને ઠંડુ થવા દો

2) રીંગણ એકદમ સરસ ઠંડા થઈ જાય પછી તેને છોલીને તૈયાર કરી લો અને એનો ડીટા નો ભાગ ચમચાની મદદથી કાપી લો રીંગણની તમે ઝીણા સમારી પણ શકો છો અને આ રીતે મેસર નો ઉપયોગ કરીને એનો માવો પણ બનાવી શકો

3) હવે શાક વઘારવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મુકીશું તેલ ગરમ થાય એટલે એમાં રાઈ ,જીરું ,હળદર અને વાટેલા લીલા મરચા નાખીશું જો તમારે વાટેલું લસણ નાખવું હોય તો પણ અત્યારે જ નાખીને સાંતળી લેવો અને જો ડુંગળી નાખવી હોય તો લસણ મરચાં સંભળાય એ પછી ડુંગળીને સાંતળી લેવી અને ડુંગળી સંતળાઈ જાય એ પછી થયેલા ટામેટા નાખવા અત્યારે આપણે ડુંગળીનો ઉપયોગ નથી કર્યો એટલે ડાયરેક્ટ આપણે છીણેલા ટામેટા નાખીશું

4) ટામેટા ની સાથે જ બધા મસાલા કરી દો જેથી ટામેટા અને મસાલા બધું સરસ રીતે ચડી જાય મસાલા ચડવા આવે કે ધીરે ધીરે તે ઉપર આવવા લાગે એટલે આમાં ખાંડ નાખીશું હવે થોડી ખાંડ નાખીએ જેથી રીંગણ નો ટેસ્ટ બેલેન્સ થઈ જાય (જો લસણ નાખતા હોવ તો ખાંડ ના નાખવી )ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર અને ગરમ મસાલો નાખી એકાદ-બે મિનિટ માટે એને સાંતળી લો

5) સરસ રીતે બધા મસાલા ચડી જાય એટલે કે રીંગણ નો જે માવો કરીને રાખ્યો છે એ આમા નાખી દો અને ગેસ ધીમો કરીને બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈશું હવે એના ઉપર ઢાંકણ ઢાંકી દો અને ધીમા ગેસ ઉપર એને થોડી વાર ચઢવા દો

6) થોડીવાર પછી આ રીતે શાક માં તેલ ઉપર આવી જાય એટલે ગેસ બંધ કરી દો

7) હવે સરસ મજાનો રીંગણનો ઓળો બનીને તૈયાર છે આ ટેસ્ટમાં ખુબ સરસ બને છે તો એકવાર બનાવી ને જરૂર ટ્રાય કરજો
