કાઠિયાવાડનો ફેમસ ગુંદરપાક || બાળકોને પણ ભાવે એવું વસાણું || Gundar pak ||

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાઠિયાવાડનો ફેમસ ગુંદરપાક , ગુંદરપાક ટેસ્ટમાં ખુબ જ સરસ લાગતો હોય છે અને ખાસ કરીને શિયાળાની સિઝનમાં બનાવવામાં આવતો હોય છે ગુંદર આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે અને ખાસ કરીને જેને કમરના કે સાંધાના દુખાવા હોય એના માટે ગુંદર ખૂબ જ ઉપયોગી રહે છે અને આ ગુંદરપાક ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે તો નાના બાળકોને જો તમે ખાવા માટે આપશો તો એમને પણ ભાવસે આપણે ગુંદરની સાથે ટોપરા નો ઉપયોગ કર્યો છે જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે આને તમે બહાર ૨ – ૩ દિવસ સુધી અને ફ્રીજમાં ૧૦ – ૧૫ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો ચાલો આવો સરસ ગુંદર પાક કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 15 મિનિટ

બનાવવાનો સમય : 10 15 મિનિટ

સામગ્રી :

૩૦૦ ગ્રામ મોળો માવો

૩૦૦ ગ્રામ ખાંડ

૧૫૦ ગ્રામ ટોપરાનું છીણ

૧/૨ કપ પાણી

સમારેલું બદામ પીસ્તા

૧ ચમચી ઈલાયચી જાયફળ નો પાવડર

૫૦ – ૬૦ ગ્રામ બાવળ નો ગુંદર

૩ ચમચી કાજુ ના ટુકડા

૫૦ ગ્રામ ચોખ્ખું ઘી

રીત :

1) સૌથી પહેલાં એક કડાઈમાં ચોખ્ખું ઘી કરવા માટે મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ગુંદરને તળી લો ગુંદર તળાશે એટલે આ રીતે સરળતાથી ફૂલી જશે આ રીતે જેટલો ગુંદર આપણે લીધો છે કે બધાને તળીને તૈયાર કરી લઈશું

2) હવે એ જ કઢાઈમાં મોળો માવો લઈને એને કોરો શેકી લેવાનો છે માવાને શેકાતા લગભગ ૩ થી ૪ મીનીટ જેવો સમય લાગે છે સરસ આવું લચકા પડતું થાય ત્યાં સુધી શેકવાનો છે

3) ગુંદર આપણે તળીને રાખ્યો છે એને વાટકીની મદદથી દબાવીને આ રીતે ભૂકો કરી લઈશું

4) હવે ચાસણી બનાવવા માટે એક કડાઈમાં ખાંડ અને પાણી ગરમ કરવા માટે મૂકો આમાં આપણે એક તારની ચાસણી બનાવવાની છે તો ૫ – ૬ મિનિટ પછી તમે ચાસણીને એક ડીશમાં લઈને ઠંડી થાય પછી આંગળી અને અંગુઠા ની વચ્ચે ચેક કરશો તો આ રીતે એક તાર બનતો દેખાશે આવી રીતે એક તાર બને એ પછી ગેસ બંધ કરી દેવાનો છે

5) હવે એમાં પહેલાં શેકેલો માવો નાખીશું શેકેલો માવો ચાસણીમાં સરસ રીતે મિક્સ થઈ જાય એ પછી એમાં ટોપરાનું છીણ , કાજુના ટુકડા , ઈલાયચી અને જાયફળનો પાવડર નાખવાનો છે

6) જે ગુંદર આપણે તળીને રાખ્યો છે એ ગુંદર આમાં નાખીશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું

7) હવે આ રીતે કોઈ એક મોલ્ડ કે થાળી લઈ લો જેમાં થોડું ચોખ્ખું ઘી લગાવી દેવાનું છે જે બનાવેલું ગુંદરપાક નું મિશ્રણ છે એને આ ચોકીમાં લઇ લઈશું ચમચી ની મદદથી એને સરસ રીતે લેવલમાં કરી દો હવે આના ઉપર ગાર્નીશીંગ માટે સમારેલું બદામ અને પિસ્તા નાખો અને એને ઠંડો થાય ત્યાં સુધી રહેવા દો

8) થોડું ઠંડું થાય એટલે એના આ રીતે તમારે કાપા કરીને તૈયાર કરી લેવાના છે

9) હવે આ એકદમ સરસ ગુંદર પાક બનીને તૈયાર છે

Watch This Recipe on Video