ઘરમાં જ હાજર હોય એવી સામગ્રીથી બનાવો બાળકોની મનપસંદ ટૂટી ફ્રૂટી કપ કેક | Eggless Tutti Fruity Cup Cake

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું બાળકોને મનપસંદ Tutti Frutti કપ કેક આને ઘરે બનાવવી ખૂબ જ સરળ છે સાથે જ ઘરમાં હાજર હોય એવી જ વસ્તુઓનો ઉપયોગ કરીને આ કપ કેક બનીને તૈયાર થઈ જાય છે તો જ્યારે પણ બાળકોને કપ કેક ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે ફટાફટ આ કપ કેક બનાવીને આપી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 20 – 22 મિનિટ

સર્વિંગ 9 કપ કેક

સામગ્રી :

1 કપ મેંદો

1 ચમચી બેકિંગ પાવડર

1/2 ચમચી બેકિંગ સોડા

1/2 કપ દહી

1/4 કપ તેલ

1/2 કપ દળેલી ખાંડ

1/2 ચમચી પાઈનેપલ એસેન્સ

2 – 3 ચમચી દૂધ

3 – 4 ચમચી Tutti Frutti

રીત :

1) સૌથી પહેલા પહેલા મેંદો , બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ને ચાળીને તૈયાર કરી લો આને બે વાર ચાળવું

2) હવે એક બીજા વાસણમાં દહી તેલ અને દળેલી ખાંડ ઉમેરી વ્હીસ્કરની મદદથી સરસ રીતે મિક્સ કરી લો

3) એક વાટકી માં Tutti Frutti લઇ એમાં મેંદાના મિશ્રણમાંથી એક ચમચી જેટલુ મિશ્રણ નાખી સરસ રીતે આને મિક્સ કરી લો આ રીતે કરવાથી ટૂટી ફ્રૂટી કેકમાં નીચે નહી બેસી જાય

4) હવે જે દહીંવાળું મિશ્રણ છે એમાં મેંદાનું મિશ્રણ થોડું થોડું ઉમેરતા જાવ અને મિક્સ કરતાં જાવ એમાં થોડું એસેન્સ ઉમેરો બેથી ત્રણ ચમચી જેટલું દૂધ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લો કેકનું મિશ્રણ વધારે જાડુ પણ નહીં અને પાતળું પણ નહીં એવું રાખવાનું છે

5) છેલ્લે આમાં વિનેગર ઉમેરી મિક્સ કરી લેવો હવે આ કેકનું મિશ્રણ બનીને તૈયાર છે

6) છેલ્લે આમાં ટુટીફુટી ઉમેરી ચમચાથી મિક્સ કરી લો હવે

7) એને કપ કેક ના મોલ્ડ માં લઈ લો મોલ્ડને સેજ થપથપાવી લેવો ઉપર ફરીથી થોડી Tutti Frutti નાખો હવે આને પ્રી હીટ કરેલા ઓવનમાં 20 થી 22 મિનિટ બેક કરો

8) કપ કેક થઇ ગઇ છે કે નહીં એ ચેક કરવા માટે આ રીતે ટુથપીક ની મદદથી તમે ચેક કરી શકો જો ટુથપીક સાફ નીકળે તો સમજવું કે કપકેક બનીને તૈયાર છે એના પર થોડો ઘણો પણ લોટ ચોંટ્યો હોય તો એને એક બે મિનિટ વધુ બે કરવી

9) હવે આ કપકેક બનીને તૈયાર છે આ બે દિવસ સુધી સારી રહે છે

Watch This Recipe on Video