હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઈંડા વગરની બ્લેક ફોરેસ્ટ કેક આ કેક આપણે ચોકલેટ ફ્લેવરમાં બનાવીશું માર્કેટમાં બ્લેક ફોરેસ્ટ અને વ્હાઈટ ફોરેસ્ટ બંને કેક મળતી હોય છે આ કેક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને જેવી બેકરી માંથી આપણે કેક લાવીએ છીએ એવી સરસ પોચી કેક આપણે ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકીએ છીએ આ કેક તમે બર્થ ડે પાર્ટીમાં , એનિવર્સરી માં કે કોઇપણ ફંક્શનમાં બનાવી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 10 મિનિટ
બનાવવાનો સમય : 30 મિનિટ
સર્વિંગ 500 -700 ગ્રામ કેક
સામગ્રી :
80 ગ્રામ મેદો
20 ગ્રામ કોકો પાવડર
1 ચમચી બેકિંગ પાવડર
1/2 ચમચી બેકિંગ સોડા
130 ગ્રામ કન્ડેન્સ મિલ્ક
50 ગ્રામ માખણ
90 મિલી પાણી
ચેરી સીરપ બનાવવા માટે
1/2 કપ પાણી
2 ચમચી ખાંડ
1/4 કપ સમારેલી ચેરી
200 ગ્રામ વ્હીપ ક્રીમ
રીત :
1) સૌથી પહેલા મેંદો ,કોકો પાવડર ,બેકિંગ પાઉડર , ખાંડ અને બેકિંગ સોડા આ બધી વસ્તુને ચાળીને તૈયાર કરી લો આને બેથી ત્રણ વાર ચાળવું

2) હવે બીજા એક વાસણમાં કન્ડેન્સ મિલ્ક અને માખણ લઈ એને સરસ રીતે મિક્સ કરી લો

3) હવે આમાં થોડું થોડું મેંદાનું મિશ્રણ નાખતા જઈ એને મિક્સ કરતાં જાવ

4) કેકનું મિશ્રણ બનીને તૈયાર થઈ જાય એટલે એને બટર લગાવેલા કેક ટીન માં લઈ લો કેક ટિન માં બટર પેપર પણ લગાવી શકો મોલ્ડને થોડું થપથપાવી લેવો હવે

5) એક જાડા તળિયાવાળી કડાઈ ગરમ કરવા માટે મૂકો એમાં આ રીતનું સ્ટેન્ડ મુકી તૈયાર કરેલું કેકનુ ટીન મૂકો આના ઉપર કોઈ વજન વાળું વાસણ ઊંધું મુકો ગેસ નો તાપ ધીમા થી મધ્યમ રાખવો કેક ને બેક થવા માં ૨૦ થી ૨૫ મીનીટ જેવો સમય લાગે છે હવે ઢાંકણ સાચવીને હટાવી લો

6) કેક પ્રોપર બેક થઇ છે કે નહીં એ ચેક કરવા માટે આ રીતે ચાકુની મદદથી ચેક કરો જો ચાકુ સાફ નીકળે તો સમજવું કે કેક તૈયાર છે જો એના ઉપર લોટ ચોંટે તો એને એક થી બે મિનિટ વધુ બેક કરવી હવે આને ઠંડી થવા દો

7) ચેરી સીરપ બનાવવા માટે એક વાસણમાં ખાંડ અને પાણી ગરમ કરવા મૂકો ખાંડ ઓગળી એટલે એમાં ઝીણી સમારેલી ચેરી નાખો પાંચ મિનિટ આને ઉકાળો પછી એને ઠંડુ થવા દો

8) કેક ને આ રીતે ટર્ન ટેબલ પર લઈ ટીનમાંથી અનમોલ્ડ કરો સૌથી પહેલા એનો ઉપરનો ભાગ થોડો કટ કરી લો

9) હવે કેક ને એકસરખા ત્રણ ભાગમાં કાપો જો તમારે એને બે ભાગમાં કરવી હોય તો પણ કરી શકો

10) હવે કેક બોર્ડ ઉપર કેક નો એક ભાગ લઇ તેના ઉપર બનાવેલુ ચેરી સીરપ લગાવો પછી તેના ઉપર ક્રીમ નાખો અને એને પેલેટ નાઈફ ની મદદથી પાથરો તેના ઉપર ફરીથી થોડી ચેરી નાખો

11) આ પ્રોસેસ ફરીથી કરતા જઈ એના ત્રણ લેયર તૈયાર કરવા વધારાનું જે ક્રીમ હોય એ પેલેટ નાઈફ થી કેક પર લગાવી દેવું

12) કેક ને ક્રીમથી સરસ કવર કરી દો જે વધારાનું ક્રીમ હોય એ ફ્લેટ નાઈટ થી કે જાડા પ્લાસ્ટિક ની મદદથી હટાવી શકો કેક નું પ્રોપર ફિનિશિંગ કરી દેવું

13) હવે જે વધારાનું ક્રિમ હોય એ કપડા કે પેપર નેપકીનથી લૂછી લેવું હવે ઝીણી સમારેલી કે છીણેલી ડાર્ક ચોકલેટ કેક ની સાઇડ ઉપર લગાવો આ રીતે પૂરી સાઈડ કવર કરી દેવી

14) હવે આના પર મે હેપી એનિવર્સરી ચોકલેટથી લખીને તૈયાર કરીને રાખ્યું હતું એ મૂક્યું છે તમારે હેપી બર્થ ડે કે બેસ્ટ વીશીશ જે લખવું હોય એ લખી શકો ક્રિમને પાઈપિંગ બેગમાં ભરીને સ્ટાર નોઝલ નો ઉપયોગ કરીને આ રીતે કેક ની બોર્ડર પર સ્ટાર બનાવો અને તેના પર ચેરી મૂકો ગાર્નિશિંગ તમે તમારી પસંદ પ્રમાણે કરી શકો છો

15) હવે આ ઈંડા વગરની બ્લેક ફોરેસ્ટ કેક બનીને તૈયાર છે અને ફ્રિજમાં ત્રણથી ચાર દિવસ સુધી રાખી શકો છો
