હેલો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું હૈદરાબાદી આલુ ટોસ્ટ આ ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે સાથે જ એને બનાવવામાં ખુબ જ ઓછો સમય લાગે છે તો જ્યારે પણ નાસ્તામાં, કીટી પાર્ટીમાં કે કોઈ મહેમાન આવે ત્યારે તમે આ રેસિપી ફટાફટ બનાવીને સર્વ કરી શકો છો તો ચાલો અને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૧૦ મિનિટ
સર્વિંગ ૨ થી ૩ વ્યક્તિ
સામગ્રી :
લાલપેસ્ટ બનાવવા માટે :
૮ – ૧૦ સુકા લાલ મરચા
૧ – ૨ ચમચી સીંગદાણા
૧ ચમચી કાશ્મીરી લાલ મરચું
૧ ચમચી ધાણાજીરું
થોડું મીઠું
થોડું પાણી
લીલી પેસ્ટ બનાવવા માટે :
૫૦ ગ્રામ કોથમીર
૪ – ૫ તીખા લીલા મરચા
૨ ચમચી કોથમીરની ડાળી
૨ – ૩ ચમચી ફુદીનો
મીઠું
થોડું જીરું
ચપટી લીંબુના ફુલ
પાણી
મસાલો બનાવવા :
૪ બાફેલા બટાકા
મીઠું
ચપટી હળદર
થોડો ગરમ મસાલો
૧ ચમચી લાલ પેસ્ટ
૧ ચમચી લીલી પેસ્ટ
સમારેલી કોથમીર
સ્લરી બનાવવા :
૩ ચમચી કોર્ન ફ્લોર
૨ ચમચી મેંદો
પાણી
મીઠું
આલુ ટોસ્ટ બનાવવા :
કિનારી કાપેલી બ્રેડ
બટર
તેલ
લાલ પેસ્ટ
લીલી પેસ્ટ
સમારેલી કોથમીર
બેસન સેવ
રીત :
1) સૌથી પહેલા એના માટેની લાલ ચટણી બનાવીશું તો સૂકા લાલ મરચા અને ડીટા કાઢીને ગરમ પાણીમાં એક કલાક માટે પલાળીને રાખવા એની સાથે જ આપણે સીંગદાણા પણ ઉમેરીશું જેથી એ પણ સરસ પલડી જાય એક કલાક પછી સીંગદાણા અને મરચા માંથી પાણી નિતારી એને મિક્સર જારમાં લઈ લો આની સાથે જ એમાં બાકી ની વસ્તુ ઉમેરી દો

2) જરૂર પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરતા જઇ આની સરસ જાડી પેસ્ટ બનાવી

3) હવે લીલી ચટણી બનાવવા માટે કોથમીર, મરચા, ફુદીનો અને કોથમીર ની ડાળી ને ધોઈને સાફ કરી લો હવે મિક્સર જારમાં મીઠું, જીરુ અને ફૂદીના સિવાયની બાકી બધી વસ્તુ ઉમેરી દો પહેલા એને અધકચરો વાટી લો ત્યારબાદ તેમાં ફુદીનો અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી એની પણ જાડી પેસ્ટ બનાવી

4) તો આ રીતે લાલ અને લીલી પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે

5) હવે એક વાટકામાં બાફેલા બટાકાને છોલીને તેનો માવો કરી લો એમાં બધા મસાલા અને બનાવેલી લાલ અને લીલી પેસ્ટ ઉમેરી સરસ રીતે મસાલા ને મિક્સ કરી લો

6) એક બીજા વાટકામાં મેંદો અને કોર્ન ફ્લોર લઈ એમાં પાણી ઉમેરી એની કરી કરી સ્લરી બનાવી લો

7) હવે કિનારી કાપેલી બ્રેડ લઇ એના ઉપર માખણ લગાવો ત્યારબાદ તેના ઉપર બનાવેલો બટાકાનો મસાલો પાથરી દો જે મેંદાની સ્લરી બનાવી છે તે પુરા મસાલા ઉપર લગાવી દો

8) હવે એક તવી ગરમ કરવા માટે મૂકો એમાં થોડું તેલ નાખો મસાલા વાળો ભાગ નીચે જાય એ રીતે બ્રેડને એમાં મૂકો મીડીયમ ગેસ ઉપર એને થોડું થોડું દબાવતા જઈ શેકી લો

9) એક બાજુ શેકાઈ જાય એ પછી બ્રેડને ફેરવી દેવાની છે બીજી બાજુ પણ એને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાની આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરની શેકવાની છે

10) હવે અને એક ડીશમાં લઈ લો એના ઉપર જે પેસ્ટ બનાવી છે એમાં જ થોડું પાણી નાખીને એને પાતળી કરી લેવાની તો આ રીતે લાલ અને લીલી પેસ્ટ નાખો સમારેલી કોથમીર અને બેસનની ઝીણી સેવ નાખી આનું ગાર્નીશિંગ કરો

11) હવે આ સરસ મજાના ટેસ્ટી અને મસાલેદાર હૈદરાબાદી આલુ ટોસ્ટ માટે તૈયાર છે