હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું મેથી ના ઢેબરા , આમ તો આપણે ઢેબરા બનાવતા જ હોઈએ છે પણ ઘણાને એવું બનતું હોય કે ઢેબરા ગરમ હોય ત્યારે તો પોચા નોય પણ ઠરે એટલે ચવ્વડ થઇ જાય કાતો સાવ કોરા થઇ જાય ખાસ કરીને જે નવી નવી રસોઈ શીખતું હોય એને આ પ્રોબ્લમ વધારે થાય તો એવું ના થાય એના માટે શું ધ્યાન રાખવું એ પણ હું તમને રેસીપી દરમિયાન જણાવતી જઈશ જેથી તમારા ઢેબરા એકદમ સરસ અને પરફેક્ટ બને તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ
તૈયારીનો સમય – ૧૦ – ૧૫ મિનીટ
બનાવવાનો સમય – ૧૫ – ૨૦ મિનીટ
સર્વિંગ – ૧૦ -૧૨ ઢેબરા
સામગ્રી :
૮ – ૧૦ લીલા મરચા
૫૦ ગ્રામ કોથમીર
૨ ચમચી ગોળ
૫૦ ગ્રામ લીલું લસણ (જો નાખવું હોય તો )
૨૫૦ ગ્રામ મેથીની ભાજી
૨ – ૩ ચમચી દહીં
૨૫૦ બાજરીનો લોટ
૫૦ ગ્રામ ઘઉંનો ઝીણો લોટ
થોડી હળદર
થોડો અજમો
૨ ચમચી તલ
૩ – ૪ ચમચી તેલ
મીઠું સ્વાદ પ્રમાણે
લાલ મરચું (જો નાખવું હોય તો)
તેલ (ઢેબરા શેકવા માટે)
રીત :
1) સૌથી પહેલા કોથમીર , મરચા અને ગોળને મિક્ષરમાં વાટી લો (જો લસણ નાખવું હોય તો એ પણ અત્યારે જ નાખી દેવું)મેથીની ભાજીને સમારીને ધોઈને કાણાવાળા વાટકામાં કાઢી લો

2) હવે લોટ બાંધવા માટે એક મોટા વાસણમાં બંને લોટ લઇ એમાં બધા મસાલા કરો , વાટેલા કોથમીર – મરચા અને ભાજી ઉમેરી એકવાર મિક્ષ કરી લો

3) હવે જે દહીં લીધું છે એમાં થોડું પાણી ઉમેરી જાડી છાસ બનાવીને તૈયાર કરી લો અને એ છાસ ઉમેરતા જઇ આનો પરોઠા કરતા સહેજ કઠણ લોટ બાંધી લો

4) બાંધેલા લોટમાંથી એક લુઓ બનાવી લો અને અટામણ માટે ઘઉંનો લોટ લઇ આને વણી લો

5) ઢેબરાને શેકવા તવી ગરમ કરવા માટે મુકો તવી ગરમ થાય એટલે ઢેબરાનો ઉપરવાળો ભાગ તવીમાં નીચે જાય એ રીતે ઢેબરું નાખો પહેલી વાર એને ધીમા ગેસ પર શેકો , પછી ઢેબરાને ફેરવી દો અને હવે ગેસ મીડીયમ કરી દો પાછળની બાજુ ચઢી જાય એટલે તેલ મુકી ઢેબરાને શેકો ગેસનો તાપ જરૂર પ્રમાણે મીડીયમ કે ફાસ્ટ રાખવો , ઢેબરા પર વજન ના દેવું એને હલ્કા હાથે દબાવી શેકવું આવું લાઈટ બ્રાઉન કલરની ડીઝાઇન હોવી જોઈએ.

6) હવે આ ઢેબરા સર્વિંગ માટે તૈયાર છે તમે આને દહીં , છૂંદો , અથાણું , ગોળ , આથેલા મરચા કે છાસ સાથે સર્વ કરી શકો છો (એને સ્ટોર કરવા માટે એકદમ ઠંડા થાય પછી ડબ્બામાં ભરવા તો ૪ – ૫ દિવસ સારા રહે છે)
