હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું સ્વામિનારાયણ મંદિરના શાકોત્શવ બને એવું શાક લગભગ દરેક સ્વામિનારાયણ મંદિરમાં ઉત્તરાયણ પહેલા શાકોત્શવ થતો હોય છે જેમાં આ રીત નું શાક બનાવવામાં આવે છે આની સાથે બાજરીના રોટલા , ગોળ , છાસ , આથેલા લીલા મરચા અને ઘણી જગ્યા એ તો મગની દાળની ઢીલી ખીચડી પણ પ્રસાદમાં પીરસવામાં આવે છે આ ખુબજ હેલ્ધી શાક છે જેમાં ભરપુર પ્રમાણમાં આયર્ન હોય છે તો શિયાળા દરમિયાન રૂટીન માં પણ આ શાક નો ઉપયોગ કરવો જોઈએ તો ચાલો આને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૫ મિનીટ
બનાવવાનો સમય – ૨૦ – ૨૫ મિનીટ
સર્વિંગ – ૪ – ૬ વ્યક્તિ
સામગ્રી:
૫૦૦ ગ્રામ કાળા લાંબા રીંગણ
૨૦૦ ગ્રામ ટામેટા
૮ – ૧૦ લીલા મરચા
૧૫૦ ગ્રામ ચોખ્ખું ઘી
૧/૨ ચમચી રાઇ
થોડું જીરું
તમાલપત્ર
તજ
લવિંગ
કાળા મરી
સ્વાદ પ્રમાણે મીઠું
૨ ચમચી ધાણાજીરું
૧ ચમચી હળદર
૨ ચમચી લાલ મરચું
મીઠો લીંબડો
૨ ચમચી ગોળ
૧/૨ વાટકી કોથમીર
૧ કપ વાટકી બાફેલા વટાણા
રીત :
1) સૌથી પહેલા રીંગણને લાંબા ટુકડામાં સમારી લો પછી એમાં પાણી નાખી દો જેથી એ કાળા ના પડે આની સાથે જ આપણે ટામેટા અને લીલા મરચાને પણ સમારીને તૈયાર કરી લેવાના છે

2) હવે શાક વઘારવા માટે ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થાય એટલે એમાં રાઇ, જીરું અને ખડા મસાલા ઉમેરી લીલા મરચા ઉમેરી દઈશું(જો તેલમાં બનાવવું હોય તો પણ બનાવી શકો)

3) હવે એમાં સમારેલા રીંગણ અને ટામેટા નાખી મીઠું ઉમેરો સાથે જ બધા મસાલા પણ અત્યારે કરી દેવાના છેઅને થોડું મિક્ષ કરી પછી એમાં મીઠો લીંબડો નાખીશું

4) શાક સરસ રીતે મિક્ષ થઇ જાય એટલે એના પર ઢાંકણ ઢાંકી દો અને એને મીડીયમ ગેસ પર ચઢવા દો વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવું

5) રીંગણ થોડા પોચા પડે એટલે એમાં ગોળ ઉમેરી મિક્ષ કરો

6) રીંગણ સરસ રીતે ચઢી જાય ત્યારે એમાં બાફેલા વટાણા ઉમેરવા અને મિક્ષ કરી ફરીથી ઢાંકીને એને સહેજ વાર ચઢવા દેવું

7) આ રીતે શાકમાં ઘી ઉપર આવે અને શાક સરસ રીતે ચઢી જાય એટલે ગેસ બંધ કરી શાકને ઢાંકીને ૧૦ મિનીટ સીઝવા દેવું.

8) હવે આ સરસ મજાનું ટેસ્ટી અને હેલ્ધિ શાક સર્વિંગ માટે તૈયાર છે એને મેં બાજરીના રોટલા , ગોળ અને છાસ સાથે સર્વ કર્યું છે.
