હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું ગોળ માંથી ૪ અલગ અલગ પ્રકારની ચીક્કી , ઉત્તરાયણ આવે એટલે માર્કેટમાં સરસ મજાની જુદી જુદી ચીક્કી મળવાની શરુ થઇ જાય પણ ઘરે આપણે એવી જ સરસ ચીક્કી ખુબજ ઓછા ભાવમાં એકદમ ચોખ્ખી રીતે બનાવીને તૈયાર કરી શકીએ છીએ આજે આપણે તલની , સીંગની , દાળીયાની અને મમરાની ચીક્કી બનાવીશું તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૧૦ મિનીટ
બનાવવાનો સમય – ૧૦ – ૧૫ મિનીટ
સ્ટોર કરવાનો સમય – ૧૫ – ૨૦ દિવસ
સામગ્રી :
તલની ચીક્કી બનાવવા માટે :
૧ કપ તલ
૧ કપ ગોળ
સીંગની ચીક્કી બનાવવા માટે :
૩/૪ કપ (૧૦૦ ગ્રામ) સીંગદાણા
૩/૪ કપ (૧૦૦ ગ્રામ) ગોળ
દાળીયાની ચીક્કી બનાવવા માટે :
૧ કપ (૧૫૦ ગ્રામ)દાળીયા
૧ કપ (૧૩૦ ગ્રામ)ગોળ
મમરાની ચીક્કી બનાવવા માટે :
૫ કપ મમરા
૨ કપ ગોળ
રીત :
1) સૌથી પહેલા તલની ચીક્કી બનાવવા તલને સાફ કરી ધીમા ગેસ પર શેકી લઈશું

2) હવે એક કડાઈ લઇ એમાં ગોળ ઉમેરો અને મીડીયમ ગેસ પર એનો પાયો કરો, ગોળ ગરમ થાય ત્યાં સુધી કિચન પ્લેટફોર્મ પર અને વેલણ પર થોડું તેલ લગાવી દેવું

3) ગોળ ઓગળે એટલે સતત હલાવતા જવું પાયો થશે એટલે એનો કલર ચેન્જ થઇ જો એમ ના ખબર પડે તો ડિશમાં કે પાણી ભરેલા વાટકામાં આનું એક ટીપું નાખો અને એને ઠંડુ થવા દો

4) ઠંડુ થઇ જશે એટલે એ કાચ જેવું અને કડક થઇ જશે આ રીતે પાયો ડાર્ક થાય એટલે ગેસ ધીમો કરી દેવો અને એમાં શેકેલા તલ ઉમેરી સરસ મિક્ષ કરી દેવું જો મિક્ષ કરતા વાર લાગશે એવું તમને લાગતું હોય તો ગેસ બંધ કરીને મિક્ષ કરજો

5) હવે એને તેલ લગાવેલા પ્લેટફોર્મ પર લઇ લો પછી વેલણની મદદથી પાતળું વણી લો એ જયારે ગરમ હોય ત્યારે એના પર કાપા કરી દેવા

6) થોડું ઠંડુ થશે એટલે તમે તવીથાથી એને કિચન પ્લેટફોર્મ પરથી આસાનીથી અલગ કરી શકશો જ્યાં કાપના નિશાન કર્યા હતા ત્યાંથી આસાનીથી ટુકડા થઇ જશે

7) હવે સીંગની ચીક્કી બનાવવા માટે સીંગદાણાને ધીમા ગેસ પર શેકી લો ઠંડા થાય પછી એને છોલીને સાફ કરી લો અને હાથથી સહેજ મસળી લો જેથી સીંગના ફાડા થઇ જશે

8) હવે એજ કડાઈમાં ગોળ નાખીશું અને તલની ચીક્કી જેવો જ પાયો કરીશું

9) પાયો થઇ જાય એટલે એમાં સાફ કરેલા સીંગદાણા નાખી મિક્ષ કરી લો પછી એને પ્લેટફોર્મ પર લઇ લો

10) વેલણની મદદથી એને વણી લો પછી કાપા કરી દો અને ઠંડુ થાય એટલે એને અલગ કરી લો

11) દાળીયાની ચીક્કી બનાવવા કડાઈમાં ગોળ નાખી એનો પાયો કરી લો, પાયો થઇ જાય એટલે એમાં સાફ કરેલા દાળીયા નાખો

12) બધું સરસ રીતે મિક્ષ થઇ જાય એટલે એને પ્લેટફોર્મ પર લઇ વણી લો પછી કાપા કરી દો અને ઠંડુ થાય એટલે ટુકડા કરી લો

13) હવે મમરાને પણ શેકીને થોડા કડક કરી લઈશું કેમકે જો મમરા પોચા હશે તો ચીક્કી ક્રિસ્પી નહિ બને

14) હવે પાયો કરી લો પાયો થઇ જાય એટલે ગેસ બન્ધ કરી દો અને ધીરે ધીરે એમાં મમરા ઉમેરતા જાવ

15) મમરા મિક્ષ થઇ જાય એટલે એને પ્લેટફોર્મ પર લઇ વણી લો અથવા વાટકીની પાછળ તેલ લગાવી વાટકીથી પાથરી દો

16) પછી એના પર કાપા કરી દો આને ઠરતા વાર નહિ લાગે એટલે તમે આના તરત જ ટુકડા કરી શકશો

17) તો હવે આ અલગ અલગ પ્રકારની ગોળમાંથી બનાવેલી ચીક્કી બનીને તૈયાર છે
