હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું ઉત્તરાયણ પર બનતો સ્પેશિયલ તીખો ખીચડો જે ખુબજ ટેસ્ટી લાગે છે આમ તો આ રેસીપી છડેલા ઘઉં , દાળ , ચોખા શાકભાજી એ બધાનું કોમ્બીનેશન કરીને બનતો હોય છે પણ બધે આ છડેલા ઘઉં નથી મળતા હોતા તો આજે આપણે ઘઉંના ફાડા નો ઉપયોગ કરીને ખીચડો બનાવીશું જેનો ટેસ્ટ પણ ખુબજ સરસ લાગે છે તો ચાલો આને કેવીરીતે બનાવવો એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૧૦ – ૧૫ મિનીટ
બનાવવાનો સમય – ૧૦ – ૧૫ મિનીટ
સર્વિંગ – ૪ – ૬ વ્યક્તિ
સામગ્રી :
૩/૪ કપ ચોખા
૩/૪ કપ મિક્ષ દાળ (મગ,ચણા અને તુવેરની દાળ)
૩/૪ કપ ઘઉંના ફાડા કે છડેલા ઘઉં
૧/૪ કપ સીંગદાણા
૪ – ૫ ખારેક
૯ કપ + ૧.૫ કપ પાણી
૧/૨ કપ ચોખ્ખું ઘી
૧/૨ કપ મિક્ષ ડ્રાય ફ્રુટ (કાજુ, દ્રાક્ષ અને પિસ્તા)
૧ વાટકો મિક્ષ દાણા (વટાણા,પાપડી અને તુવેર)
૧ વાટકો મિક્ષ શાકભાજી (બટાકા.શક્કરીયું,રીંગણ,ગાજર)
૨ સમારેલા ટામેટા
તમાલપત્ર
એક તજનો ટુકડો
સુકુ લાલ મરચું
લવિંગ
કાળા મરી
મીઠો લીંબડો
૧/૨ ચમચી રાઇ
થોડું જીરું
૧ ચમચી વાટેલા આદુ મરચા
૧ ચમચી હળદર
૨ ચમચી કાશ્મીરી લાલ મરચું
૧ ચમચી ગરમ મસાલો
મીઠું સ્વાદ પ્રમાણે
૧ ચમચી ખાંડ
સમારેલી કોથમીર
ટોપરાનું છીણ
રીત :
1) સૌથી પહેલા દાળ અને ચોખા માપ પ્રમાણે તૈયાર કરી લેવું

2) હવે દાળ – ચોખા મિક્ષ કરી લો અને અને એટલા જ માપ ના ફાડા લેવાના છે

3) બંને જુદા જુદા વાસણમાં ધોઈને અડધો કલાક પલાડીને રાખો

4) જે શાક ઉપયોગમાં લેવાનું છે એને સમારીને તૈયાર કરી લો

5) હવે દાળ અને ચોખાને એક કુકરમાં લઇ એમાં ૪.૫ કપ પાણી નાખો મીડીયમ ગેસ પર ૪ વ્હીસલ કરી લો

6) એ જ રીતે ઘઉના ફાડાને કુકરમાં લઇ એમાં પણ ૪.૫ કપ પાણી નાખવું સાથે જ સીંગદાણા અને ખારેક નાખી એની પણ ૪ વ્હીસલ કરવી

7) હવે એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થાય એટલે એમાં રાઇ અને જીરું નાખો પછી એમાં ખડા મસાલા અને લીંબડો નાખો

8) હવે એમાં હળદર નાખો ત્યારબાદ એમાં લીલા શાકભાજી અને વાટેલા આદુ મરચા ઉમેરો અને સરસ રીતે મિક્ષ કરી લો

9) પછી એમાં અડધો કપ પાણી નાખોઅને ઢાંકીને ચઢવા દો ૭ – ૮ મિનીટ પછી એમાં રીંગણ બટાકા વાળું મિશ્રણ અને ટામેટા નાખી દોફરી ૩/૪ કપ જેટલું પાણી ઉમેરોઅને ઢાંકીને ચઢવા દો

10) ૧૦ – ૧૫ મિનીટ પછી એમાં મસાલા કરો સાથે જ એમાં ડ્રાય ફ્રુટ નાખો સહેજ વાર ઢાંકી દો થોડું ઘી ઉપર આવવા લાગે એટલે એમાં ખાંડ અને કોથમીર નાખી મિક્ષ કરી લો

11) આને ખુલ્લું જ સહેજ વાર ચઢવા દો ઘી સરસ રીતે ઉપર આવી જાય એટલે બાફેલા ફાડા અને દાળ – ચોખા ઉમેરી દો

12) બધું સરસ રીતે મિક્ષ થઇ જવું જોઈએ જો તમને ખીચડો ઘટ્ટ લાગતો હોય તો થોડું પાણી ઉમેરી એને પ્રોપર કરી દેવો(લચકા પડતું એનું તેક્ષ્ચર જોઈએ)

13) હવે આ ટેસ્ટી અને ફ્લેવરફુલ ખીચડો સર્વિંગ માટે તૈયાર છે
