હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું એક ટ્રેડીશનલ ગુજરાતી રેસીપી “ ગળ્યો ખીચડો “ , આ રેસીપી મોસ્ટલી ઉત્તરાયણ પર બનતી હોય છે આ આમ તો છડેલા ઘઉંમાં માંથી બનતો હોય છે પણ બધે એ મળતા નથી હોતા તો આજે આપણે ઘઉંના મોટા ફાડા નો ઉપયોગ કરીને આ રેસીપી બનાવીશું જે ખુબજ સરસ બને છે અને બનાવવા માં વાર પણ નહિ લાગે તો ચાલો આને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૫ મિનીટ
બનાવવાનો સમય – ૧૫ – ૨૦ મિનીટ
સર્વિંગ – ૨ – ૩ વ્યક્તિ
સામગ્રી :
૧ વાટકી ઘઉંના મોટા ફાડા
૪.૫ વાટકી પાણી
૫૦ ગ્રામ ચોખ્ખું ઘી
૧/૨ વાટકી ખાંડ
૧/૨ વાટકી સમારેલો ગોળ
થોડો ઈલાઈચી અને જાયફળનો પાવડર
૧/૨ વાટકી સુકા ટોપરાનું છીણ
૧/૨ વાટકી સમારેલા બદામ પિસ્તા
૮ – ૧૦ કાજુ
૧ તજ
૨ – ૩ લવિંગ
૧/૪ કપ સીંગદાણા
૪ – ૫ સમારેલી ખારેક
રીત :
1) સૌથી પહેલા ફાડાને સાફ કરી ધોઈને અડધો કલાક માટે પલાડી દો

2) અડધો કલાક પછી પાણી નીતારીને ફાડાને કુકરમાં લઇ લો પછી એમાં માપ પ્રમાણે પાણી નાખો સાથે જ સીંગદાણા અને ખારેક નાખી એની મીડીયમ ગેસ પર ૪ વ્હીસલ કરો(જો કુકરમાં પાણી લાગે તો એકાદ વ્હીસલ વધારે કરવી

3) હવે જે ફાડા બાફ્યા છે એમાંથી ૧ મોટો વાટકો ફાડા ભરીને લો (બાકીના જયારે ખાવા હોય ત્યારે ગરમ બનાવી શકો અથવા ફ્રીજમાં મુકીને બીજા દિવસે ઉપયોગમાં લઇ શકો)

4) એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થાય એટલે એમાં પહેલા તજ અને લવિંગ નાખો પછી બાફેલા ફાડા નાખો અને સરસ રીતે મિક્ષ કરી લો

5) હવે એમાં ગોળ અને ખાંડ ઉમેરો અને સરસ રીતે મિક્ષ કરી લો , કોઈ એક લેવું હોય ગોળ કે ખાંડ તો એ પણ લઇ શકો તો એ ૧ વાટકી લેવું જેમ જેમ ગોળ અને ખાંડ મિક્ષ થતું જશે એમ ફાડાનો કલર પણ બદલાતો જશે

6) ગોળ અને ખાંડ નું પાણી બળવા આવે એટલે એમાં બાકીની બધી સામગ્રી ઉમેરી દેવી અને મીડીયમ ગેસ પર એને હલાવતા જઇ થોડું લચકા પડતું થાય ત્યાં સુધી શેકવુંપછી ગેસ બંધ કરી એને સહેજ સીઝવા દો

7) હવે આ ગળ્યો ખીચડો સર્વિંગ માટે તૈયાર છે એના ગાર્નીશિંગ માટે ઉપરથી થોડા સમારેલા ડ્રાય ફ્રુટ ઉમેરવા
