હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું મૂળા અને એની ભાજીનું મિક્ષ શાક , શિયાળામાં મૂળા ખુબજ સરસ આવતા હોય છે અને જો તમે આ રીતે બન્ને વસ્તુ ભેગી કરીને એનું શાક બનાવો તો ખુબજ ટેસ્ટી બને છે આ શાકમાં આપણે ચણાના લોટનો ઉપયોગ કરીશું જેથી એ સરસ કોરું અને ટેસ્ટી બનશે તો ચાલો આને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૧૦ મિનીટ
બનાવાનો સમય – ૧૦ મિનીટ
સર્વિંગ ૨ – ૩ વ્યક્તિ
સામગ્રી :
૨૫૦ – ૩૦૦ ગ્રામ મૂળાની ભાજી
૧ નાનો મૂળો
૩/૪ વાટકી બેસન
૩ ચમચી તેલ
૧/૨ ચમચી અજમો
૧/૨ ચમચી હળદર
૧.૫ ચમચી લાલ મરચું
૧ ચમચી ધાણાજીરું
મીઠું સ્વાદ પ્રમાણે
૧ લીંબુનો રસ
૧/૨ ચમચી ખાંડ
થોડી હિંગ
રીત :
1) સૌથી પહેલા મૂળાની સાફ કરી ઝીણી સમારી લો પછી એને બે વાર ધોઈ લો મૂળાને છોલીને ઝીણો સમારી લો

2) હવે એક કડાઈમાં બેસનને કોરુ જ શેકી લો ધીમા તાપે શેકવું શેકાઇ જાય એટલે ગેસ બંધ કરી એને ઠંડુ થવા દો

3) શાક વઘારવા તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં અજમો , હિંગ અને હળદર નાખી દો ત્યારબાદ પહેલા સમારેલો મૂળો નાખો પછી એના ઉપર ભાજી નાખો અને એકવાર હલાવી લો જેથી ભાજી થોડી શોશવાઈ જાય

4) હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી હલાવી લો અને ઢાંકીને સહેજ વાર ચઢવા દો

5) ભાજીમાંથી પાણી છૂટવાનું શરુ થાય એટલે એમાં મરચું અને ધાણાજીરું નાખી મિક્ષ કરી લો પછી એમાં ખાંડ નાખી હલાવી લો ખાંડ નાખ્યા પછી સહેજ વાર ગેસ ફાસ્ટ કરી હલાવવું પછી ગેસ ધીમો કરી દેવો

6) ભાજી નું પાણી ૭૦ % જેવું બળી જાય એટલે શેકેલો બેસન એમાં નાખી હલાવી લો અને ઢાંકણ ઢાંક ધીમા ગેસ પર ૪ – ૫ મિનીટ માટે ચઢવા દો, પછી એમાં થોડો લીંબુ નો રસ નાખી સરસ મિક્ષ કરી લો

7) હવે આ સરસ મજાનું ટેસ્ટી શાક સર્વિંગ માટે તૈયાર છે તમે આને રોટલી ,ભાખરી કે પરોઠા ગમે તેની સાથે સર્વ કરી શકો છો
