એનર્જીબાર પણ ભૂલી જશો જો એકવાર આ હેલ્ધી ઓટ્સ ડ્રાયફ્રૂટ કુકિઝ ખાશો|egless oats dry fruit cookies

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું બાળકો માટે હેલ્ધી કુકીઝ આનો ટેસ્ટ જેવા આપણે સીરીયલ બાર કે એનર્જી બાર ખાઈએ છે એવો હોય છે અને બહાર કરતા સરસ , ચોખ્ખા અને ઓછા ભાવમાં બનીને તૈયાર થાય છે આ કુકીઝ ખુબજ હેલ્ધી છે કેમકે આમાં આપણે બધી હેલ્ધી સામગ્રીનો જ ઉપયોગ કર્યો છે જેમ કે ઓટ્સ , ઘઉંનો લોટ , બ્રાઉન સુગર , ડ્રાય ફ્રુટ વગેરે અને આ કુકીઝને તમે બનાવીને મહિના સ્ટોર કરી શકો છો આ કુકીઝ તમારા ઘરમાં નાના મોટા દરેકને ભાવે એવા ટેસ્ટી બને છે તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૧૦ મિનીટ

બનાવવાનો સમય – ૨૦ – ૨૫ મિનીટ

સર્વિંગ – ૨૦ – ૨૨ કુકીઝ

સામગ્રી :

૨૨૫ ગ્રામ બટર

૨૫૦ ગ્રામ ઈન્સ્ટન્ટ રેગ્યુલર ઓટ્સ

૧/૨ કપ ઘઉંનો ઝીણો લોટ

૩/૪ કપ બ્રાઉન સુગર

૧૦૦ ગ્રામ બદામ પિસ્તા

૧/૨ કપ સુકા ટોપરાનું છીણ

૪ ચમચી કાજુ

૧ ચમચી મિલ્ક પાવડર

૨ ચમચી સુંઠ નો પાવડર

૨ નાની ચમચી ઈલાઈચી પાવડર

૧/૨ ચમચી બેકિંગ સોડા

રીત :

1) સૌથી પહેલા બટરને ફ્રીજમાંથી કાઢી લેવું જેથી રૂમ ટેમ્પરેચર પર આવી જાય અને જે બ્રાઉન સુગર લીધી છે એને પણ મિક્ષરમાં દળી લેવી

2) હવે બટરને વ્હીસ્કરની મદદથી સરસ ફેંટી લો પછી એમાં દળેલી ખાંડ ઉમેરી ફરી ફેંટી લો આ પ્રોસેસ ઇલેક્ટ્રિક બિટર થી પણ કરી શકો બંને વસ્તુ આવી સરસ મિક્ષ થઇ ક્રીમી તેક્ષ્ચર આવી જવું જોઈએ.

3) હવે એમાં બાકીની બધી સામગ્રી ઉમેરો અને સરસ રીતે હાથથી મિક્ષ કરો પછી એમાં જરૂર પ્રમાણે લોટ ઉમેરી મિક્ષ કરતા જવું

4) સરસ રીતે બધું મિક્ષ થઇ જાય એટલે એમાંથી આ રીતે કુકીઝ બનાવો

5) એને બેકિંગ ટ્રેમાં મુકો અને પ્રિ હીટ કરેલા ઓવનમાં એને ૧૮૦ ડીગ્રી પર ૨૦ -૨૫ મિનીટ માટે બેક કરો

6) ૨૫ મિનીટ પછી આ કુકીઝ બેક થઇ ગયા છે પાછળ આ રીતે લાઈટ બ્રાઉન કલર આવી ગયો હશે

7) હવે આ એકદમ ટેસ્ટી અને ખુબજ હેલ્ધી કુકીઝ સર્વિંગ માટે તૈયાર છે ઠંડા થાય એટલે એને ડબ્બામાં ભરી સ્ટોર કરી શકો.

Watch This Recipe on Video