લારી પર મળે એવો ટેસ્ટી અને મસાલેદાર તવા પુલાવ || Street style tawa pulav

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે જોઈશું કે સરસ ટેસ્ટી તવા પુલાવ, જેવો આપણે લારી પર કે રેસ્ટોરન્ટ માં પુલાવ ખાઈએ છીએ એવો જ સરસ ટેસ્ટી ઘરે બનાવવો ખુબજ સરળ છે જે લારી પર પુલાવ ખાઈએ છે એ લોકો જેમાં પાવ ભાજી બનાવે એ જ તવા માં પુલાવ બનાવે જેથી પાવભાજી નો પણ થોડો ટેસ્ટ એમાં મિક્ષ લાગે તો ચાલો સરસ આવો પુલાવ કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૧૦ મિનીટ

બનાવવાનો સમય – ૧૦ મિનીટ

સર્વિંગ – ૪ વ્યક્તિ

સામગ્રી :

ભાત બનાવવા માટે :

૧ કપ જુના બાસમતી ચોખા

૧.૫ કપ પાણી (દોઢ ગણું)

મીઠું સ્વાદ પ્રમાણે

થોડી હળદર

૧ નાની ચમચી તેલ

૧/૨ કપ વટાણા

૩ ટામેટા      

૧ બાફેલું બટાકા

૩ – ૪ ફણસી

૧ કેપ્સિકમ

૨ ચમચી કાશ્મીરી લાલ મરચું

૧ ચમચી સુકા લાલ મરચાની પેસ્ટ

૨ લીલા મરચા

મીઠું

૧ ચમચી પાવભાજી મસાલો

થોડો ગરમ મસાલો

ચપટી હળદર

કોથમીર

૩ – ૪ બટર

રીત :

1) સૌથી પહેલા ચોખા એક વાસણમાં લઇ એને પાણીથી બે વાર ધોઇ અડધો કલાક માટે પલાડીને રાખો પછી એનું પાણી ઉતારી એને કુકરમાં લઇ માપ પ્રમાણે પાણી નાખો સાથે હળદર , મીઠું અને તેલ નાખો અને મીડીયમ ગેસ પર ૩ વ્હીસલ કરી લો

2) ૩ વ્હીસલ પછી કુકર નીચે ઉતારી ઠંડુ થવા દો પછી એને મોટા વાસણમાં છુટ્ટા કરી ઠંડા થવા દો

3) હવે જે શાકભાજી લીધું છે એ બધું સમારીને તૈયાર કરી લો અને સુકા મરચાને પલાડી મીઠું નાખી એને વાટી લો

4) હવે એક મોટી તવી ગરમ કરવા મુકો એમાં બટર નાખો બટર ગરમ થાય એટલે એમાં ફણસી અને કેપ્સિકમ સાંતળો પછી એમાં કોબીજ , વટાણા , ટામેટા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી સરસ મિક્ષ કરી લો(જે ડુંગળી ખાતા હોય એ ડુંગળી અત્યારે ઉમેરી દે)

5) હવે એમાં બાફેલા બટાકા , વાટેલા સુકા મરચાની પેસ્ટ , બધા મસાલા ઉમેરો જરૂર લાગે તો થોડું બટર ઉમેરવું.

6) એકવાર એને મિક્ષ કરી પછી એમાં સમારેલી કોથમીર નાખો અને અને મિક્ષ કરો

7) હવે એમાં ઠંડો કરેલો ભાત ઉમેરી હલ્કા હાથે મિક્ષ કરી લો

8) સરસ મજાનો ટેસ્ટી પુલાવ સર્વિંગ માટે તૈયાર છે

Watch This Recipe on Video