ભાવનગરનાં પ્રખ્યાત ભૂંગળા બટાકા ને એક નવી રીત થી બનાવો | bhungla bataka| Gujarati street food recipe

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું “ ભૂંગળા બટાકા “ જે ખુબજ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે ભૂંગળા બટાકા બોટાદ,ધોરાજી , રાજકોટ ઘણી બધી જગ્યાના ફેમસ છે આમાં બાફેલા બટાકા માં સરસ મજાનો ટેસ્ટી મસાલો કરવામાં આવે છે અને સર્વ કરતી વખતે તેના પર ખાટી મીઠી ચટણી નાખી સર્વ થાય છે સાથે આની જોડે તળેલા ભૂંગળા આપવામાં આવે છે જે ખાવાની ખુબ મજા આવે છે તો એવા જ સરસ ટેસ્ટી ભૂંગળા બટાકા ઘરે કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૧૦ મિનીટ

બનાવવાનો સમય – ૧૦ મિનીટ

સર્વિંગ ૨ – ૩ વ્યક્તિ

સામગ્રી :

૬ બાફેલા બટાકા

૪ – ૫ ચમચી તેલ

૧ ચમચી વાટેલા સુકા મરચા

૪ – ૫ ચમચી વાટેલા સીંગદાણા

૧ ચમચી કાશ્મીરી લાલ મરચું

૧ ચમચી ધાણાજીરું

મીઠું સ્વાદ પ્રમાણે

થોડી હિંગ

સમારેલી કોથમીર

૪ – ૫ ચમચી મીઠી ચટણી

૪ -૫ લસણ ની કળી (જો નાખવી હોય તો)

લસણની ચટણી (જો નાખવી હોય તો)

લીંબુ નો રસ

મસાલો બનાવવા માટે :

ચાટ મસાલો

ગરમ મસાલો

કાળા મરીનો પાવડર

રીત :

1) સૌથી પહેલા બટાકાને બાફીને છોલીને સમારી લેવા

2) કાચા સીંગદાણાને ચીલી કટરમાં નાખી વાટી લેવા અને સુકા લાલ મરચાને થોડીવાર પલાડી રાખવા પછી એમાં થોડું મીઠું નાખી એને મિક્ષરમાં વાટી લેવા.

3) હવે એક ફ્રાયપેનમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાખો પછી બનાવેલી લાલ પેસ્ટ નાખી સાંતળો અને ત્યારબાદ સીંગદાણાનો ભૂકો નાખવો

4) ત્યારબાદ તેમાં બાકીના મસાલા અને કોથમીર નાખો.

5) બધું સરસ રીતે સંતળાઇ જાય એટલે એમાં સમારેલા બટાકા નાખી મિક્ષ કરી લો.અને પછી ગેસ બંધ કરી દેવો

6) હવે ભુંગળા તળવા માટે તેલ ગરમ કરવા મુકો તેલ સરસ ગરમ થાય પછી જ એમાં આવા જે મોટા પીળા ભુંગળા આવે છે એ તળવા.

7) હવે જે મસાલાવાળા બટાકા તૈયાર કરીને રાખ્યા છે એને સર્વિંગ પ્લેટમાં લઇ લો એના પર મીઠી ચટણી , કોથમીર અને થોડો બનાવેલો મસાલો છાંટો.

8) હવે આ સરસ મજાના ટેસ્ટી ભુંગળા બટાકા સર્વિંગ માટે તૈયાર છે

Watch This Recipe on Video