લગ્નપ્રસંગ કે પાર્ટીમાં હોય એવો સૂપ હવે ઘરે બનાવો || Cheese corn tomato soup

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું ટોમેટો ચીઝ કોર્ન સુપ , સુપ નાના મોટા દરેકને ભાવતો હોય છે અને જેવો આપણે રેસ્ટોરન્ટમાં કે લગ્નપ્રસંગ માં પીએ છે એવો જ સુપ આપણે સરળતાથી ઘરે બનાવી શકીએ છે આ સૂપ સિમ્પલ ટોમેટો સુપ કરતા ઘણો જ ટેસ્ટી બને છે કેમકે આમાં આપને ચીઝ અને કોર્નપણ ઉમેર્યા છે તો ચાલો આને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૫ – ૧૦ મિનીટ

બનાવવાનો સમય – ૫ મિનીટ

સર્વિંગ – ૨ – ૩ વ્યક્તિ

સામગ્રી :

૬ – ૭ ટામેટા

૩/૪ કપ પાણી

મીઠું સ્વાદ પ્રમાણે

૧/૨ ચમચી કાશ્મીરી લાલ મરચું

૧/૪ ચમચી કાળા મરીનો પાવડર

૧ – ૨ ચમચી ખાંડ

૧ ચમચી સ્વીટકોર્નના દાણા

૧ ચમચી અધકચરા વાટેલા સ્વીટકોર્ન

૧ ચમચી ટોમેટો કેચપ

૩ – ૪ ચમચી ચીઝ

૧ નાની ચમચી બટર

રીત :

1) સૌથી પહેલા ટામેટાને ધોઈને સમારી લો અને એક કુકરમાં લઇ એમાં થોડું પાણી ઉમેરી એની ૧ – ૨ વ્હીસલ કરી લો.

2) ટામેટા બફાઈ જાય એટલે એમાં બ્લેન્ડર ફેરવી એને ક્રશ કરી લો, પછી કાણાવાળા વાટકામાં એને ગાળી લો.

3) થોડા સ્વીટકોર્ન એક વાટકીમાં જુદા રાખો અને થોડા ને ચીલી કટરમાં વાટી લો

4) હવે એક વાસણમાં થોડું બટર ગરમ કરવા મુકો બટર ગરમ થાય એટલે એમાં ટોમેટો પ્યુરી નાખો સાથે એમાં મસાલા અને ખાંડ ઉમેરો અને આને મીડીયમ ગેસ પર ૨ – ૩ મિનીટ ઉકાળો.

5) પછી એમાં ટોમેટો કેચપ , સ્વીટકોર્ન અને ચીઝ ઉમેરી મિક્ષ કરી લો.

6) સુપને ટોટલ ૫ મિનીટ ઉકાળવાનો છે પછી ગેસ બંધ કરી એને એક સર્વિંગ બાઉલમાં લઇ લેવો.

7) હવે આ ગરમા ગરમ ટેસ્ટી સુપ સર્વિંગ માટે તૈયાર છે.

Watch This Recipe on Video