બાળકોને લંચબોક્સમાં કે સાંજના નાસ્તામાં આપી શકો એવા ટેસ્ટી પાલક ચણાદાળનાં વડા | palak chana dal vada

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવા પાલક ચણાની દાળના વડા , આ એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે અને આને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો  સાથે જ તમે આને સાંજના નાસ્તામાં કે બાળકોના લંચ બોક્ષમાં પણ બનાવીને આપી શકો છો જયારે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે પણ આ તમે નાસ્તામાં બનાવી શકો છો સાથે જ આ ખુબજ હેલ્ધી છે કેમકે આમાં ચણાની દાળ અને પાલકનો આપણે ઉપયોગ કર્યો છે તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૫ – ૧૦ મિનીટ

બનાવવાનો સમય – ૧૦ મિનીટ

સર્વિંગ ૩ – ૪ વ્યક્તિ

સામગ્રી :

૧ કપ ચણાની દાળ

૪ – ૫ લીલા મરચા

મીઠું સ્વાદ પ્રમાણે

કોથમીર

જીરું

ચીલી ફ્લેક્સ

૧ વાટકી સમારેલી પાલક

તેલ

રીત :

1) સૌથી પહેલા ચણાની દાળને પાણીથી ધોઈ ૪ – ૫ કલાક માટે પલાડીને રાખીશું પછી એને એક કાણાવાળા વાટકામાં કાઢી લો જેથી વધારાનું પાણી ઉતરી જાય, હવે એને મિક્ષર જારમાં લઇ લો એમાં મરચા ઉમેરી પાણી વગર જ વાટી લો થોડું કરકરું આનું મિશ્રણ રહેશે

2) હવે એને એક વાટકામાં લઇ એમાં સમારેલી પાલક અને બાકીના બધા મસાલા કરી સરસ રીતે મિક્ષ કરી લો પછી એમાંથી હાથથી થેપી આ રીતે ટીક્કી જેવો શેપ આપો

3) વડાને ગરમ તેલમાં મીડીયમ ગેસ પર તળી લો.સરસ આવા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી આને તળી લો

4) હવે આ એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી વડા સર્વિંગ માટે તૈયાર છે

Watch This Recipe on Video