હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું પાણીપુરી નું એક નવું વેરીએશન “ પીઝાપુરી “ આ ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે અને જો તમને પીઝા ખુબજ ભાવે છે તો આ રેસીપી ચોક્કસ પસંદ આવશે સાથે આ ટેસ્ટી બને છે કે તમારા ઘરના નાના મોટા દરેકને આ ખાવી ગમશે તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૫ મિનીટ
બનાવવાનો સમય – ૫ – ૭ મિનીટ
સર્વિંગ ૨ વ્યક્તિ
સામગ્રી :
પાણીપુરીની પુરી
મોઝરેલા ચીઝ
સ્ટફિંગ બનાવવા માટે :
૧ ચમચી ઓલીવ ઓઈલ
૪ – ૫ ચમચી સમારેલા કેપ્સિકમ
૧ નાનું બીયા કાઢીને સમારેલું ટામેટું
૧/૪ કપ બાફેલા સ્વીટકોર્ન
થોડા ચીલી ફ્લેક્સ
થોડો ઓરેગાનો
મીઠું
૨ ચમચી પીઝા સોસ
૧ ચમચી ટોમેટો કેચપ
૧/૨ કપ મોઝરેલા ચીઝ
રીત :
1) સૌથી પહેલા એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં સમારેલા કેપ્સીકમ ઉમેરી સાંતળો પછી એમાં ટામેટું અને સ્વીટકોર્ન ઉમેરો , તમારા સ્વાદ પ્રમાણે બધા મસાલા કરો.(તમે જો ડુંગળી ખાતા હોવ તો ડુંગળી પણ આમાં ઉમેરી શકો)

2) મસાલા સંતળાઈ જાય એટલે એમાં પીઝા સોસ અને કેચપ ઉમેરી સરસ મિક્ષ કરી લો અને ગેસ બંધ કરી દો

3) સ્ટફિંગ ઠંડુ થાય એટલે એમાં છીણેલું ચીઝ નાખી સરસ મિક્ષ કરી લો પછી પુરીમાં કાણું પાડી એમાં બનાવેલું સ્ટફિંગ ભરો અને થોડું ચીઝ નાખો

4) હવે પેનને ગરમ કરવા મુકો ઢાંકી દો જેથી જલ્દી ગરમ થઇ જાય પછી એમાં આ રીતે એક સ્ટેન્ડ મુકી એક ડીશ મુકો અને ૫ મિનીટ માટે ગરમ થવા દો. (જો એને ઓવનમાં બેક કરવું હોય તો ઓવનને પણ ૫ મિનીટ માટે પ્રિ હીટ કરી લેવું)

5) હવે આ થાળીમાં બનાવેલી પુરી મુકો અને ઢાંકણ ઢાંકી ૫ મિનીટ માટે ગરમ કરો જેથી ચીઝ પણ સરસ મેલ્ટ થઇ જશે

6) હવે આ એકદમ ટેસ્ટી અને યમ્મી પીઝા પુરી સર્વિંગ માટે તૈયાર છે
