તુવેર,પાપડી,વટાણાનાં દાણાને પરફેક્ટ ટીપ્સ સાથે આખું વર્ષ સાચવવાની રીત | How to Frozen Different Beans

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે જુદા જુદા તાજા દાણાને સ્ટોર કેવી રીતે કરવા એ જોઈશું જેથી શિયાળા પછી દાણાની સીઝન જતી રહે તપ પણ આપણે એનો સરસ ઉપયોગ કરી શકીએ આજે હું તમને તુવેર,વટાણા અને [પાપડી ના દાણા કેવી રીતે સ્ટોર કરવા એ શીખવાડીશ , આ રીતે સ્ટોર કરેલા દાણા આખું વર્ષ એવા ને એવા રહે છે તો સીઝન વગર પણ આપણે ઊંધિયું કે દાણાના શાકની મજા માણી શકીએ છે.તો ચાલો આને કેવી રીતે સ્ટોર કરવા એ જોઈ લઈએ.

તૈયારી નો સમય – ૧ દિવસ (દાણા ફોલવા માટે )

બનાવવાનો સમય – ૨૦ – ૩૦ મિનીટ

સામગ્રી :

તુવેરના દાણા માટે :

૨.૫ કિલો તુવેરના દાણા

૧ ચમચી મીઠું

૧/૨ ચમચી સોડા

૧ ચમચી ખાંડ

૧ – ૨ લીટર પાણી

બરફ

પાપડી  ના દાણા માટે :

૫૦૦ ગ્રામ સુરતી પાપડીના દાણા

૧ લીટર પાણી

૧/૨ ચમચી ખાંડ

૧/૪ ચમચી મીઠું

ચપટી ખાવાનો સોડા

વાલોર પાપડીના દાણા માટે :

૨ કિલો પાપડીના દાણા

૧.૫ લીટર પાણી

૧ ચમચી ખાંડ

૧ ચમચી મીઠું

૨ ચપટી સોડા

વટાણાના દાણા માટે :

૧ લીટર પાણી

૧ કિલો વટાણા

૧ નાની ચમચી ખાંડ

૧ નાની ચમચી મીઠું

૧/૪ ચમચી સોડા

રીત :

1) સૌથી પહેલા તુવેરના દાણાને ચાળી લેવા જેથી જે કચરો હોય એ નીકળી જાય પછી દાણાને ધોઈને કાણાવાળા વાટકામાં કાઢી લો હવે એક મોટી તપેલીમાં પાણી ગરમ કરવા મુકો પાણી ગરમ થાય એટલે એમાં મીઠું , સોડા અને ખાંડ ઉમેરો

2) હવે જે દાણા ચાળીને રાખ્યા છે એને પાણી માં નાખો પછી એને ફાસ્ટ ગેસ પર ૫ મિનીટ માટે ઉકાળો પછી એને ઝારાની મદદથી બહાર કાઢી લો એક વાસણમાં બરફનું પાણી તૈયાર કરો.

3) હવે આ દાણાને રૂમ ટેમ્પરેચર પર આવે એટલે કાણાવાળા વાટકામાં કાઢી લો પછી કોટનના કપડાથી સરસ કોરા કરી લો હવે એને ઝીપ પાઉચ માં ભરી દો અને એક ભૂંગળી ની મદદથી અંદરની બધી હવા બહાર ખેંચી લો તો આ પેકેટ તૈયાર છે.

4) સુરતી પાપડી ના દાણાને પણ એ જ રીતે સાફ કરી લો પછી ગરમ પાણીમાં બધી વસ્તુ નાખી પાણી ઉકળે એટલે દાણા નાખો ૩ – ૪ મિનીટ ઉકાળો પછી બરફના પાણીમાં નાખો કાણાવાળા વાટકામાં કાઢી કપડાની મદદથી કોરા કરી પેકેટ બનાવી તૈયાર કરો.

5) વાલોરના દાણાને સાફ કરી લો પછી પાણી ગરમ કરવા મૂકી એમાં બધી વસ્તુ નાખો પછી દાણા નાખી એને ૪ – ૫ મિનીટ દાણા ઉપર આવે ત્યાં સુધી રાખો પછી વાટકામાં કાઢી લો

6) બરફના પાણીમાં નાખી પછી કોરા કપડાથી લુછી લો પછી પાઉચમાં ભરી દો.

7) હવે વટાણા માટે પાણીમાં બધી સામગ્રી નાખી પાણીને ઉકાળો પછી દાણા નાખી એને ૪ – ૫ મિનીટ ઉકાળો પછી એને ઠંડા કરી લુછી પાઉચમાં ભરી લો

8) તો આ રીતે તમે બધા દાણાને ફ્રીઝરમાં મુકી આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો.

નોંધ :

કોઈ પણ ખરાબ કે નાના દાણા આમાં ના રહી જાય એનું ધ્યાન રાખવું, દાણા તાજા હોવા જોઈએ

Watch This Recipe on Video