એકવાર બનાવીને સ્ટોર કરી શકો એવી ખસ્તા અને મસાલેદાર સૂકી કચોરી || Dry kachori recipe|| Farsan kachori

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું એક સુકા નાસ્તાની રેસીપી “ સુકી કચોરી “ આ એકદમ ટેસ્ટી અને એનું સ્ટફિંગ એકદમ સરસ મસાલેદાર હોય છે જનરલી આપણે આ ફરસાણની દુકાને થી લાવીને ખાતા હોઈએ છે તો આજે એવી જ સરસ ટેસ્ટી અને મસાલેદાર કચોરી ઘરે બનાવીશું આ કચોરીને બનાવીને તમે ૨૦ – ૨૫ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો બાળકોના લંચ બોક્ષ માટે કે ક્યાય પ્રવાસ દરમિયાન જો આ લઇ જવી હ્પોય તો ખુબજ સારું રહે છે તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈં લઈએ.

તૈયારીનો સમય – ૫ મિનીટ

બનાવવાનો સમય – ૨૦ મિનીટ

સર્વિંગ ૪ વ્યક્તિ

સામગ્રી :

લોટ બાંધવા માટે :

 ૨00 ગ્રામ મેંદો

 બેથી ત્રણ ચમચી તેલ

 મીઠું સ્વાદ પ્રમાણે

 ચપટી બેકિંગ પાઉડર

 નવશેકું ગરમ પાણી

 સ્ટફિંગ બનાવવા માટે :

 સો ગ્રામ ગાંઠીયા /  સેવ  કે પાપડી

 બેથી ત્રણ ચમચી કાશ્મીરી લાલ મરચું

 અડધી ચમચી હળદર

 મીઠું સ્વાદ પ્રમાણે

 બે ચમચી ખાંડ

 બે ચમચી તલ

 એક ચમચી સૂકા ધાણા

 અડધી ચમચી  વરીયાળી

 થોડી હિંગ 

ચપટી  લીંબુના ફૂલ

 એક ચમચી ગરમ મસાલો

 એક ચમચી તેલ

રીત :

1) સૌથી પહેલા લોટમાં મીઠું અને તેલ નાખી મિક્ષ કરી લો પછી એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જી પરોઠા થી સહેજ કઠણ આનો લોટ બાંધી લેવો પછી એને ઢાંકીને ૧૦ મિનીટ રાખવો.

2) સ્ટફિંગ માટેની બધી સામગ્રી એક મિક્ષર જારમાં લઇ વાટી લેવી પછી પોચા ગાંઠીયા કે પાપડી લસી એને પણ વાટી લો બધું એક વાટકા લઇ લો પછી થોડા શેકેલા તલ એમાં ઉમેરી મિક્ષ કરી લો

3) આ મિશ્રણમાંથી નાના નાના ગોળા બનાવો જે લોટ બાંધ્યો છે એને એકવાર સરસ મસળી લો એમાંથી હાથથી થેપીને પુરી જેવું બનાવી લો એમાં એક ગોળી મુકો

4) હવે આને સરસ રીતે પેક કરો વધારાનો લોટ ઉપરથી થોડો કાઢી સરસ ગોળ શેપ આપી દો.

5) હવે જો હાથથી પુરી વણીને પણ એમાં ગોળી મુકી કચોરી બનાવી શકો.

6) બનાવેલી કચોરી ને ગરમ તેલ માં મીડીયમ ગેસ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.

7) કચોરી બનીને તૈયાર છે, એ એકદમ ઠંડી થાય એટલે એને ડબ્બા માં ભરી ને સ્ટોર કરી શકો છો.

Watch This Recipe on Video