હેલ્લો ફ્રેન્ડસ . આજે આપણે બનાવીશું ઘઉની પોચી પુરી જેને લોચા પુરી પણ કહેતા હોય છે આ પુરી જનરલી આપણા ત્યાં કોઈ પ્રસંગ હોય કે મહેમાન આવવાના હોય ત્યારે બનાવતા હોઇએ છે પણ ઘણા લોકો ની પુરી પ્રોપર નથી બનતી કાતો એ ફૂલે નહિ કે એમાં તેલ ભરાઈ જાય તો સરસ એવી પરફેક્ટ પુરી કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ, આજે એનો લોટ આપણે ફુડ પ્રોસેસરમાં બાંધીશું પણ તાસળા માં બાંધવો હોય તો પણ બાંધી શકો.
તૈયારીનો સમય – ૨ મિનીટ
બનાવવાનો સમય – ૧૦ મિનીટ
સર્વિંગ ૨ – ૩ વ્યક્તિ
સામગ્રી :
૧.૫ કપ ઘઉં નો ઝીણો લોટ
૧ ચમચી સોજી
૧ ચમચી તેલ
મીઠું
પાણી
તેલ તળવા માટે
રીત :
1) સૌથી પહેલા ફુડ પ્રોસેસરમાં લોટ, તેલ અને મીઠું ઉમેરી દો હવે એનું ઢાંકણ બંધ કરી એમાં થોડું થોડું પાણી ઉમેરો.

2) પાણી ધીરે ધીરે ઉમેરવું જેથી લોટ ઢીલો ના થઇ જાય પરોઠા જેવો જ આનો લોટ બાંધવાનો છે લોટ બંધાઈ જાય એટલે એને એક વાસણમાં લઇ મસળી લુઆ કરી લો.

3) આમાંથી મીડીયમ થીક પૂરી વણો અને એને ગરમ તેલ માં ફાસ્ટ ગેસ પર તળી લો જરૂર લાગે તો ઝારાથી સહેજ દબાવવું

4) હવે લોચા પુરી કે પોચી પુરી સર્વિંગ માટે તૈયાર છે તમે આને શ્રીખંડ ,રસ ,દૂધપાક કે કોઈ પણ શાક સાથે સર્વ કરી શકો.
