ગરમીમાં બનાવો ખૂબ જ ઓછા સમયમાં બની જાય એવું સરસ મજાનું ટેસ્ટી ફ્રૂટ કસ્ટર્ડ || Fruit Custard

હેલો   ફ્રેન્ડ આજે આપણે બનાવીશું ફ્રુટ સલાડ આ  ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે અને આને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો સાચે જ આનો દૂધ તમે બનાવીને ફ્રિજમાં  બેથી ત્રણ દિવસ રાખી શકો છો જેથી જ્યારે પણ ફ્રુટ સલાડ ખાવાની ઈચ્છા થાય ક્યારે એમાં મનગમતા ફ્રુટ   તમારી ને એમાં ઉમેરીને ખાઈ શકો અને જો કોઈ મહેમાન આવવાના હોય તો તમે પહેલાંથી પણ આને બનાવીને રાખી શકો છો તો ચાલો અને કેવી રીતે બનાવો એ જોઈ લઈએ.

 તૈયારીનો  સમય 5 મિનિટ

 બનાવવાનો સમય 10 મિનિટ 

 સર્વિંગ  3 – 4  વ્યક્તિ

 સામગ્રી :

 1 લીટર દૂધ 

 2 ચમચી વેનીલા કસ્ટર્ડ પાવડર

 150  મિલી kundan મિલ્ક

 2 ચમચી ખાંડ

 1/2 ચમચી વેનીલા એસેન્સ

 2 સફરજન

 2 દાડમ

 2 થી 3 કેળા

થોડી લીલી અને કાળી દ્રાક્ષ

રીત :

1)  પહેલા દૂધને ગાળીને એ જાડા તળિયાવાળા વાસણમાં લઈ લેવું એમાંથી થોડું દૂધ એક વાટકામાં લઈ એમાં કસ્ટર્ડ પાવડર ઉમેરો અને સરસ રીતે મિક્સ કરી લો,  બાકીનું વધારાનું દૂધ  મીડીયમ ગેસ પર ગરમ કરવા મૂકો

2)  દૂધમાં એક ઉભરો આવે એટલે એમાં દૂધમાં ઓગાળેલું કસ્ટર્ડ પાવડર નાખો અને  સતત હલાવતા જાવ જેથી દૂધ નીચે ચોંટે નહીં આ રીતે દૂધને ત્રણ થી ચાર મિનિટ ઉકાળી લેવું

3) હવે દૂધમાં કન્ડેન્સ્ડ મિલ્ક અને ખાંડ નાખી ફરી થોડી વાર ઉકાળી લો

4)  દૂધને નીચે ઉતારી ઠંડુ થવા દો ત્યારબાદ એને ગાળી લો

5)  હવે આ  દૂધમાં  વેનીલા   એસેન્સ ઉમેરી મિક્સ કરી  આ દૂધને ફ્રિજમાં ઠંડુ થવા મૂકો

6) જો તમે વધારે માત્રામાં આ  આ  દૂધ  બનાવ્યું છે તો થોડું દૂધ તમે બીજા વાસણમાં લઈ  બેથી ત્રણ દિવસ રાખી શકો જ્યારે ઉપયોગમાં લેવું હોય  ત્યારે એમાં ફ્રુટ નાખવા અત્યારે જે તપેલીમાં દૂધ છે એમાં  ફ્રુટ ને  સમારીને  ઉમેરી દઈશું

7)  હવે આ એકદમ પેટી અને યમ્મી ફ્રુટ કસ્ટર્ડ સર્વિંગ માટે તૈયાર છે.

Watch This Recipe on Video