હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું ઈન્સ્ટન્ટ સાબુદાણાની ખીચડી કે જેવી લારી ઉપર ખાઈએ છે એવી ખીચડી, આ ખુબજ ટેસ્ટી બને છે જણાવ્યું એ પ્રમાણે ખુબજ ફટાફટ બની જાય છે તો હવે જયારે ઉપવાસ હોય ત્યારે આ ખીચડી બનાવીને જરુર ટ્રાય કરજો તમારા ઘરમાં આ ચોક્કસ પસંદ આવશે તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.
તૈયારી નો સમય – ૫ – ૧૦ મિનીટ
બનાવવાનો સમય – ૫ મિનીટ
સર્વિંગ ૨ વ્યક્તિ
સામગ્રી :
૧ વાટકી પલાડેલા સાબુદાણા
૧ બાફેલું બટાકું
૩ ચમચી દાડમના દાણા
૧ લીલું મરચું
સમારેલી કોથમીર
૧/૨ ચમચી ઘરનો બનાવેલો ગરમ મસાલો
૧/૨ ચમચી કાશ્મીરી લાલ મરચું
મીઠું સ્વાદ પ્રમાણે
લીંબુ નો રસ
મસાલા વેફર
ફરાળી ચેવડો
રીત :
1) સૌથી પહેલા સાબુદાણાને ધોઈને ૭ – ૮ કલાક માટે પલાડીને રાખો પછી એમાંથી એક વાટકી સાબુદાણા લઇ એને જાડા તળીયાવાળા વાસણમાં લઇ એમાં ૨ ચમચી જેટલું પાણી ઉમેરી એને સહેજ ગરમ કરી લો સાબુદાણા થોડા transparent થવા જોઈએ

2) હવે આ સાબુદાણાને ગેસ બંધ કરી એક વાટકામાં લઇ લો અને એમાં સમારેલું બટાકું અને દાડમના દાણા સાથે જ બધો મસાલો કરી મિક્ષ કરી લો

3) છેલ્લે આમાં મસાલા વેફર ને હાથથી થોડી ભુકો કરી ઉમેરો અને થોડો ફરાળી ચેવડો આમાં નાખી સરસ રીતે મિક્ષ કરો

4) સર્વિંગ બાઉલમાં લઇ ફરી એના પર દાડમ , ચેવડો અને કોથમીર નાખો.
