હેલ્લો ફ્રેન્ડસ,આજે આપણે બનાવીશું એકદમ યમ્મી “ વેનીલા આઈસ્ક્રીમ “,જેવો બજારમાંથી આઈસ્ક્રીમ આપણે લાવીએ છીએ એના કરતા પણ સરસ અને ચોખ્ખો આઈસ્ક્રીમ આપણે ઘરે સરળતાથી બનાવી શકીએ છીએ અને આ આઈસ્ક્રીમ બનાવવા માટે આપણને ફક્ત ત્રણ જ વસ્તુની જરૂર છે તો ચાલો આને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ.
બનાવવાનો સમય – ૫ મિનીટ
સર્વિંગ – ૪ – ૬ વ્યક્તિ
સામગ્રી :
૧ કપ નોન ડેરી વ્હીપીંગ ક્રિમ
૧/૩ કપ કન્ડેન્સ્ડ મિલ્ક
વેનીલા એસેન્સ
રીત :
1) સૌથી પહેલા એક વાટકામાં એકદમ ઠંડુ વ્હીપ ક્રિમ લઇ એને સ્લો સ્પીડ પર વ્હીપ કરો સોફ્ટ પીક એની થીક્નેસ આવે એટલું વ્હીપ કરવું.

2) હવે એમાં કન્ડેન્સ્ડ મિલ્કને વેનીલા એસેન્સ નાખી ફરી મિક્ષ કરી લો

3) આને એક એર ટાઈટ ડબ્બામાં લઇ લો એના ઉપર કલિંગ રેપ લગાવી ઢાંકણ બંધ કરી ફ્રીઝરમાં ૮ – ૧૦ કલાક માટે મુકી દો.

4) આઈસ્ક્રીમ સરસ રીતે સેટ થઇ જાય એટલે એને સર્વિંગ પ્લેટ કે બાઉલમાં લઇ લો

5) હવે આ ઘરનો બનાવેલો ચોખ્ખો આઈસ્ક્રીમ સર્વિંગ માટે તૈયાર છે.
