હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું એક ફેમસ પંજાબી સબ્જી “ છોલે ચના “ , છોલે જનરલી આપણે પહેલા એને બાફીને પછી બનાવતા હોઈએ છે પણ આજે આપણે એને સીધા કુકરમાં બનાવીશું જેથી આપણો સમય , મહેનત અને ગેસ બધાનો બચાવ થશે આ એકદમ ટેસ્ટી અને મસાલેદાર બને છે આને તમે પુરી , પરોઠા કે કુલ્ચા ગમે તેની સાથે સર્વ કરી શકો છો સાથે જ આ જીરા રાઈસ સાથે પણ ખૂજબ સરસ લાગે છે તો ચાલો આને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૫ મિનીટ
બનાવવાનો સમય – ૧૦ – ૧૫ મિનીટ
સર્વિંગ – ૪ – ૬ વ્યક્તિ
સામગ્રી :
છોલે બનાવવા માટે :
૨૦૦ ગ્રામ કાબુલી ચણા
૪ ટામેટા
૧ ચમચી આદુ મરચાની પેસ્ટ
૪ – ૫ ચમચી તેલ
૧ ચમચી ઘી
૧/૨ ચમચી જીરું
૧ ચમચી ધાણાજીરું
૧/૨ ચમચી હળદર
૧ – ૨ ચમચી કાશ્મીરી લાલ મરચું
૧ ચમચી ગરમ મસાલો
૨ ચમચી છોલે મસાલો
સમારેલી કોથમીર
તજ નો ટુકડો
કાળા મરી
લવિંગ
મીઠું
૪ ડુંગળી (જો નાખવી હોય તો)
૪ – ૫ કળી લસણ (જો નાખવું હોય તો)
રીત :
1) સૌથી પહેલા ચણાને ધોઈને ૭ – ૮ કલાક માટે પલાડીને રાખવા ,હવે એક મોટા કુકરમાં તેલ અને ઘી ગરમ કરવા મુકો એ ગરમ થાય એટલે એમાં જીરું અને આખા મસાલા નાખો ત્યારબાદ તેમાં ટામેટાને છીણીને નાખો.(જે લોકો ડુંગળી ખાતા હોય એમણે પહેલા ડુંગળી સંતાળવી પછી એમાં ટામેટા નાખવા)

2) હવે એમાં વાટેલા આદુ મરચા નાખો અને બાકીના મસાલા કરી સરસ રીતે મિક્ષ કરી મસાલા અને ટામેટાને સહેજ વાર ચઢવા દો થોડું સંતળાય પછી એમાં સમારેલી કોથમીર નાખો.(જો લસણ નાખવું હોય તો મરચાની સાથે જ વાટી લેવું.)

3) તેલ ઉપર આવે એટલે એમાં પાણી નીતારીને ચણા ઉમેરો અને મિક્ષ કરી ૧ – ૨ મિનીટ ચઢવા દો , પછી એમાં પાણી ઉમેરી ઢાંકણ બંધ કરી કુકરની ૫ – ૬ વ્હીસલ કરી લેવી.

4) કુકર ઠંડુ થાય એટલે ખોલીને ચણા ચેક કરી લેવા જો ના ચઢ્યા હોય તો ૧ – ૨ વ્હીસલ બીજી કરી શકો.

5) હવે આ ટેસ્ટી અને મસાલેદાર છોલે સર્વિંગ માટે તૈયાર છે
