વઘારેલી ધાણી અને ધાણી-મમરા//Masala popcorn and puffed rice

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે વઘારેલી ધાણી કેવી રીતે તૈયાર કરવી એ જોઈશું હોળીનો તહેવાર આવવા આવે એટલે બજારમાં ધાણી ખુબજ સરસ મળે એને જ એને સરસ રીતે મસાલા કરીને વઘારો તો ખુબજ મજા આવે જે વર્ષો થી રસોઈ કરે છે એને તો આ બધું આવડતું જ હોય પણ જે નવી નવી રસોઈ બનાવતા શીખ્યું હોય એને માટે આ રેસીપી એકદમ ઉપયોગી રહેશે,તો ચાલો ધાણી કેવી રીતે વઘારવી એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૫ – ૧૦ મિનીટ

બનાવવાનો સમય – ૧૦ મિનીટ

સ્ટોર કરી શકો – ૧૫ – ૨૦ દિવસ

સામગ્રી :

જારની ધાણી વઘારવા માટે :

૨૦૦ ગ્રામ જારની ધાણી

૨ – ૩ ચમચા તેલ (૧૦૦ – ૧૨૫ગ્રામ)

૧ ચમચી હળદર

૧ ચમચી લાલ મરચું

થોડો ચાટ મસાલો

ચપટી સુંઠ પાવડર

થોડો ગરમ મસાલો

બુરું ખાંડ

મમરા વઘારવા માટે :

૧૫૦ ગ્રામ મમરા

૨ ચમચા તેલ (૭૦ – ૮૦ ગ્રામ)

૧/૨ ચમચી હળદર

હિંગ (જો નાખવી હોય તો)

થોડી વઘારેલી નાની ધાણી

મકાઈની ધાણી વઘારવા માટે :

૧૫૦ ગ્રામ તેલ

૨૦૦ ગ્રામ ધાણી

૧ ચમચી હળદર

ચપટી હિંગ

૧ ચમચી લાલ મરચું

૧ – ૨ ચમચી બુરું ખાંડ

૧/૨ ચમચી ગરમ મસાલો

મીઠું સ્વાદ પ્રમાણે

રીત :

1) સૌથી પહેલા ધાણીને ચાળીને સાફ કરી લો પછી પછી એક મોટા વાસણમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં હળદર નાખી ધાણી નાખી મિક્ષ કરી લો અને ધાની કડક થાય ત્યાં સુધી શેકો.

2) હળદર સરસ રીતે મિક્ષ થઇ જાય એટલે એમાં બાકીના મસાલા કરી ગેસ ધીમો રાખી બધું સરસ મિક્ષ કરી લો.

3) મમરાને ચાળીને સાફ કરી થોડીવાર તાપમાં મુકી દો પછી એને વઘારવા માટે તેલ ગરમ કરવા મુકી એમાં હળદર અને હિંગ નાખી મમરા નાખો એકદમ સરસ કડક થાય ત્યાં સુધી શેકો.

4) મમરા સરસ કડક થાય એટલે એમાં વઘારેલી નાની ધાણી ઉમેરી સરસ રીતે મિક્ષ કરી લો.

5) હવે મકાઈની ધાણી વઘારવા માટે એને પણ ચાળીને સાફ કરી લેવી પછી એને વઘારવા તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એમાં હળદર અને હિંગ નાખો પછી એને કડક થાય ત્યાં સુધી શેકો

6) ધાણી સરસ કડક થાય એટલે એમાં બાકીના મસાલા કરી સરસ મિક્ષ કરી લેવું

7) હવે આ ટેસ્ટી અને ફ્લેવરફુલ ધાણી બનીને તૈયાર છે તમે આને ડબ્બામાં ભરી ૧૫ – ૨૦ દિવસ માટે સ્ટોર કરી શકો.

Watch This Recipe on Video