માકેઁઁટ કરતાં સરસ અને ૧૦૦% શુધ્ધ હળદર ઘરે બનાવો | Homemade TurmericPpowder

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે ઘરે ચોખ્ખી દળેલી હળદર કેવી રીતે તૈયાર કરવી એ જોઈશું બજારમાં ઘણી બધી કંપનીના તૈયાર મસાલા મળતા હોય છે પણ એની ગુણવત્તા કેવી હોય એનો આપણને ખ્યાલ નથી હોતા સાથે ઘણી જગ્યાએ મસાલાની ખળી પણ લાગતી હોય છે જ્યાં થી આપણે આખા વર્ષના મસાલા લેતા હોઈએ છે પણ ત્યાં પણ શું ગોટાળા થતા હોય એની ખબર નથી હોતી આજે આપણે ઘરે ચોખ્ખી હળદર દળીને તૈયાર કરીશું.તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.

તૈયારી નો સમય – ૧૦ મિનીટ

બનાવવાનો સમય – ૨૦ મિનીટ

સ્ટોર કરવાનો સમય આખું વર્ષ

સામગ્રી :

૨ કિલો સેલમની સુકી હળદર

૧૦૦ ગ્રામ દિવેલ

રીત :

1) બજારમાં મસાલાની સીઝન દરમિયાન તમને આવી આખી હળદર મળી જશે જે આ જાડા ગાંગડા વળી હળદર છે એ સેલમની હળદર છે અને જે મારા હાથમાં બે પાતળા ગાંગડા પણ દેખાય છે એ વિસનગરી હળદર છે સેલમ વધારે સારી હોય છે એટલે મેં એ ઉપયોગમાં લીધી છે તમને જે ગમે કે જે નજીકમાં મળે એ લઇ શકો એક મોટા વાસણમાં પાણી લઇ હળદરને ૪ – ૫ વાર ધોઈ લો.

2) બીજું ચોખ્ખું પાણી એમાં નાખી હળદરને આખી રાત પલાડીને રાખો પલાડીને રાખવાથી હળદર સરસ આવી પોચી થઇ જશે હાથથી તોડશો તો તુટી જશે હવે એને એક કાણાવાળા વાટકામાં લઇ લો.

3) હળદરને ખાંડણી માં અધકચરી વાટો અથવા ચપ્પાની મદદથી સમારી લો.

4) સમારેલી હળદરને કોટનના કપડા પર તાપમાં સુકવી દો એકદમ કોરી સુકાઈ જવી જોઈએ.

5) હવે એને મિક્ષર ના વચ્ચેના જારમાં લઇ દળી લો પછી એને ઘઉંનો લોટ ચાળવાની ચાળણી થી ચાળી લો

6) હવે દિવેલને એક વાસણમાં ગરમ કરવા મુકો એને નવશેકું ગરમ કરવાનું છે હળદરને ફુડ પ્રોસેસરમાં લઇ લો , હાથથી પણ મોઈ શકો

7) પછી એમાં થોડું દીવેલ ઉમેરી મિક્ષર ફેરવી લો પછી મેંદાની  ચાળણી થી આને ચાળી લો.

8) બધી હળદર આ રીતે બે વાર ચાળીને તૈયાર કરવી જે મોટો ભાગ નીકળે એને ફરી દળી લેવો.

9) હવે આ એકદમ ચોખ્ખી હળદર બનીને તૈયાર છે આને ડબ્બામાં ભરી ભેજ ના લાગે એવી જગ્યાએ મૂકી આખું વર્ષ સ્ટોર કરી શકો.

Watch This Recipe on Video