હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું એક સરસ ટેસ્ટી અને ચટાકેદાર સ્ટ્રીટ ફુડ રેસીપી “ કટોરી ચાટ “ આ ખુબ જ ટેસ્ટી બને છે અને ઘરમાં નાના થી લઈને મોટા દરેકને ભાવે એવી આ રેસીપી છે અને આ કટોરીને તમે બનાવીને ૪ – ૫ દિવસ સુધી બનાવીને પણ રાખી શકો છો જેથી જયારે પણ ઈચ્છા થાય આમાં મનગમતું સ્ટફિંગ ભરીને ખાઇ શકો તો ચાલો સરસ આવી કટોરી ચાટ કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ .
તૈયારીનો સમય – ૫ – ૧૦ મિનીટ
બનાવવાનો સમય – ૧૦ – ૧૫ મિનીટ
સર્વિંગ – ૩ – ૪ વ્યક્તિ
સામગ્રી :
લોટ બાંધવા માટે :
૨૦૦ ગ્રામ મેંદો
મીઠું સ્વાદ પ્રમાણે
૨ ચમચી તેલ
નવશેકું ગરમ પાણી
સ્ટફિંગ બનાવવા માટે :
૧ બાફીને સમારેલું બટાકું
૧/૨ કપ બાફેલા કાબુલી ચણા
૨ મેંદાની પુરી
૧ સમારેલું લીલું મરચું
૧ સમારેલું ટામેટા
સમારેલી કોથમીર
લાલ મરચું
ચપટી મીઠું
ચપટી ચાટ મસાલો
ગાર્નીશિંગ માટે :
મીઠી ચટણી
તીખી ચટણી
દહીં
બેસનની સેવ
ચાટ મસાલો
ટામેટા
ડુંગળી (જો નાખવી હોય તો)
લસણની ચટણી (જો નાખવી હોય તો)
રીત :
1) સૌથી પહેલા લોટ માં મોવણ માટે જે તેલ વાપરવાનું છે એને થોડું ગરમ કરી લો પછી લોટમાં તેલ અને મીઠું નાખી સરસ રીતે મિક્ષ કરી લો આમાં આવું મુઠ્ઠી પડતું મોવણ હોવું જોઈએ પછી આમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ પરોઠા કરતા સહેજ કઠણ લોટ બાંધીને તૈયાર કરી લો.

2) એને ઢાંકીને ૫ – ૧૦ મિનીટ રાખો પછી લોટને ફરીથી મસળી એમાં થી લુઓ બનાવો અને મીડીયમ થીક પરોઠા જેવું વણી લો પછી એક વાટકી લઇ એને ઉંધી રાખો.

3) વાટકીની ઉપર આ રીતે વણેલુ પરોઠું મુકો સરસ રીતે એને વાટકી ની સાથે ચોટાડો ઉપરની બાજુ જે વધારાનો ભાગ હોય એને ચપ્પાની મદદથી કાપી લો અને આ રીતે સરસ વાટકી નો શેપ તૈયાર કરી લો

4) હવે ગરમ તેલમાં આને વાટકી સાથે જ તળાવા મુકો આ થોડું તળાશે એટલે વાટકી છુટી પડવા લાગશે ચિપિયાની મદદથી એને કાઢી લો હવે એને મીડીયમ ગેસ પર તળો.

5) કટોરી આગળ પાછળ સરસ આવી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી તળાય એટલે એને આ રીતે ચિપિયાની મદદથી ભાર કાઢી લો.

6) હવે સ્ટફિંગ માટેની બધી સામગ્રી મિક્ષ કરી લો હવે જે કટોરી બનાવીને તૈયાર કરી છે એમાં સ્ટફિંગ ભરો પછી એમાં ચટણી નાખો થોડો ચાટ મસાલો ,સેવ અને ટામેટા નાખી સર્વ કરો (જે ડુંગળી ખાતા હોય એ ડુંગળી અને લસણની ચટણી અત્યારે નાખી શકે )

7) હવે આ એકદમ ટેસ્ટી કટોરી ચાટ સર્વિંગ માટે તૈયાર છે
