લગ્નપ્રસંગમાં કે રેસ્ટૌરન્ટમાં હોય એવું બટાકાનું શાક|વરાનું શાક | Bataka Nu Shak | Aloo curry

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું એક ફેમસ ગુજરાતી શાક “ છાલવાળા બટાકાનું શાક “ જેને “ વરા નું શાક “ પણ કહે છે આ મોસ્ટલી ગુજરાતી પ્રસંગમાં બનતું હોય છે અને આ શાકનો ટેસ્ટ એકદમ સરસ ખાટ્ટો મીઠો અને તીખો હોય છે જેને તમે પરોઠા,પૂરી ,રોટલી કે સાદા ભાત ગમે તેની સાથે સર્વ કરી શકો છો તો ચાલો મહારાજ બનાવે એવું સરસ ટેસ્ટી શાક કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૫ મિનીટ

બનાવવાનો સમય – ૧૫ – ૨૦ મિનીટ

સર્વિંગ ૩ – ૪ વ્યક્તિ

સામગ્રી :

૫૦૦ ગ્રામ બટાકા

૩ – ૪ ચમચી તેલ

૧ ચમચી રાઇ

૧/૪ ચમચી જીરું

૨ સુકા લાલ મરચા

૧ તમાલપત્ર

૨ લવિંગ

૩ – ૪ કાળા મરી

૧ તજ નો ટુકડો

૧/૪ ચમચી સુકી મેથીના દાણા

૧/૨ ચમચી ખાંડ

૨ ચમચી કાશ્મીરી લાલ મરચું

૧ ચમચી ધાણાજીરું

૧/૨ ચમચી હળદર

૧/૪ ચમચી હિંગ

૧/૨ ચમચી ગરમ મસાલો

૧/૪ ચમચી અથાણાનો મસાલો

૨ ચમચી ચણાનો લોટ

૨ – ૩ ચમચી આંબલીનો પલ્પ

૫૦ – ૭૦ ગ્રામ ગોળ

મીઠો લીંબડો

સમારેલી કોથમીર

૧.૫ કપ પાણી

રીત :

1) સૌથી પહેલા બટાકાને ધોઈને મીડીયમ સાઈઝના ટુકડામાં સમારી લો પછી એમાં પાણી નાખી દો જેથી એ કાળા ના પડે.

2) શાક વઘારવા એક જાડા તળિયાવાળી કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં રાઇ ,જીરું અને બધા આખા મસાલા અને સુકા મરચા ઉમેરો પછી એમાં મરચું,હળદર અને ધાણાજીરું ઉમેરી થોડું પાણી નાખો પાણી ને મીડીયમ ગેસ પર ઉકળવા દો.

3) હવે એમાં સમારેલા બટાકા ઉમેરો અને બટાકા ડુબે એટલુ પાણી નાખી દો.

4) એક વાટકીમાં ચણાનો લોટ અને પાણી મિક્ષ કરી એક પેસ્ટ બનાવીને તૈયાર કરી લો.

5) એક વાટકીમાં થોડું પાણી ગરમ કરો પછી એમાં થોડી આંબલીને પલાડીને રાખો પછી એને મસળીને એનો પલ્પ તૈયાર કરી લો.

6) બટાકા ૫૦ % જેવા ચઢે એટલે એમાં ગોળ અને ચણાના લોટની સ્લરી નાખી મિક્ષ કરી થોડીવાર ચઢવા દો.પછી એમાં કોથમીર ઉમેરો.

7) શાકમાં ગરમ મસાલો નાખો અને ઢાંકીને સહેજવાર થવા દો , બટાકા સરસ ચઢી જાય એટલે એમાં થોડો અથાણાનો મસાલો અને આંબલીનો પલ્પ ઉમેરી દેવો.

8) શાક ચઢી જાય અને રસો સરસ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી એમાં ફરી થોડી કોથમીર નાખી દેવી.

9) હવે આ સરસ મજાનું ટેસ્ટી બટાકાનું શાક સર્વિંગ માટે તૈયાર છે.

Watch This Recipe on Video