હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું કોફીબાર જેવી “ કોલ્ડ કોફી “ આ ખુબજ ટેસ્ટી અને યમ્મી હોય છે અને આજકાલ તો બાળકો હોય કે મોટા દરેકને આ ખુબજ પસંદ હોય છે પણ એવું લાગે કે બહાર જેવી ઘરે નહિ બને પણ એવું નથી એવી જ કોલ્ડ કોફી આપણે ઘરે બનાવી શકીએ છે તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૫ મિનીટ
બનાવવાનો સમય – ૫ મિનીટ
સર્વિંગ ૨ વ્યક્તિ
સામગ્રી :
૫૦૦ મિલી ફુલ ફેટનું દુધ
૨ નાની ચમચી કોફી પાવડર
૨ – ૩ ચમચી નવશેકું ગરમ પાણી
૨ – ૩ ચમચી દળેલી ખાંડ
૨ – ૩ ચમચી વેનીલા આઈસ્ક્રીમ
બરફના ટુકડા
ગાર્નીશિંગ માટેની સામગ્રી :
વેનીલા આઈસ્ક્રીમ
કોફી મિશ્રણ
કોફી પાવડર
બોર્નવીટા ના મોટા દાણા
રીત :
1) સૌથી પહેલા એક વાટકીમાં કોફી પાવડર અને પાણી મિક્ષ કરી કોફીને ઓગાળી લો.

2) હવે મિક્ષ્રર જારમાં કોફીનું પાણી અને બાકીની બધી સામગ્રી મિક્ષ કરી ચર્ન કરી લો (દુધને ગરમ કરી ઠંડુ કરી ઉપયોગમાં લેવું ,ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી કરી શકો)ચર્ન થઇ જાય એટલે એને સર્વિંગ ગ્લાસમાં લઇ લો.

3) એના ગાર્નીશિંગ માટે આઈસ્ક્રીમ ,કોફી અને બોર્નવીટા નાખો

4) હવે જો સર્વિંગ ગ્લાસને ડેકોરેટ કરવો છે તો ગ્લાસમાં થોડું કોફી મિશ્રણ કે ચોકલેટ સીરપ નાખી સ્પ્રેડ કરી લો પછી એને ફ્રીઝરમાં થોડી વાર મુકી પછી એમાં બનાવેલી કોફી નાખી સર્વ કરો

5) હવે આ એકદમ ટેસ્ટી અને યમ્મી કોલ્ડ કોફી સર્વિંગ માટે તૈયાર છે
