આવી સબ્જી બનાવશો તો ક્યારેય બાળકો શાક થી દૂર નહિ ભાગે|Restaurant style mix vegetables Subji

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું સરસ ટેસ્ટી અને મસાલેદાર “ મિક્ષ વેજીટેબલની સબ્જી “, જે ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે અને બનાવવી પણ સરળ છે બાળકો જનરલી શાકથી દુર ભાગતા હોય છે પણ જો આવી સબ્જી એમને બનાવીને આપશો તો ક્યારેય શાક ખાવાની ના તો નહિ પાડે સાથે જ આ શાક ફરી પણ બનાવજે એવું તમને ચોક્કસ સાંભળવા મળશે કેમકે આ શાકને આપણે પંજાબી સ્ટાઇલથી બનાવીશું અને બાળકોને પંજાબી – ચાઇનીઝ એટલું બધું ભાવતું હોય છે કે એ ટેસ્ટમાં તમે કોઈ પણ કોમ્બિનેશન કરીને આપો એમને ભાવે તો જો તમારા ઘરમાં પણ બાળકો શાક નથી ખાતા કે ટેસ્ટી સબ્જી ખાવાના શોખીન છે તો એકવાર આ શાક જરૂર ટ્રાય કરજો ઘરમાં બધાને ખુબજ પસંદ આવશે.

તૈયારીનો સમય – ૧૦ મિનીટ

બનાવવાનો સમય – ૧૦ -૧૫ મિનીટ

સર્વિંગ – ૩ – ૪ વ્યક્તિ

સામગ્રી :

૫ ટામેટા

૨ બટાકા

૧ ગાજર

૧ કેપ્સીકમ

૮ – ૧૦ ફણસી

૧૦૦ ગ્રામ ફુલાવર

૧ નાની વાટકી વટાણા

૨૦૦ ગ્રામ પનીર

૩ – ૪ ચમચી તેલ + શાક તળવા માટે

૧/૨ ચમચી જીરું

૧ સુકું લાલ મરચું

૧ તમાલપત્ર

૩ – ૪ કાળા મરી

૨ લવિંગ

૩ – ૪ લીલા મરચા

૧ ચમચી ધાણાજીરું

૧ ચમચી લાલ મરચું

૧/૨ ચમચી હળદર

૧/૨ ચમચી પંજાબી ગરમ મસાલો

૧/૨ ચમચી કિચનકિંગ મસાલો

૧/૨ ચમચી ખાંડ

૩ ચમચી દહીં

૨ ચમચી મલાઈ

સમારેલી કોથમીર

કસુરીમેથી

પાણી જરૂર પ્રમાણે

રીત :

1) સૌથી પહેલા ટામેટાને ધોઈ સમારી કુકરમાં લઇ લો એમાં થોડું પાણી નાખો અને એની ૧ – ૨ વ્હીસલ કરી લો,પછી એને મિક્ષર જારમાં લઇ ક્રશ કરી લો.

2) જે બધું શાક લીધું છે એને ધોઈને સાફ કરી મોટા ટુકડામાં સમારી લો પનીરને પણ સમારી લેવું, હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં બધા શાકભાજી વારાફરતી તળી લો પનીર પણ તળી લેવું

3) હવે કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું , સુકું મરચા અને ખડા મસાલા નાખો પછી એમાં સમારેલા લીલા મરચા નાખો એ સંતળાય જાય એટલે ટામેટાની પ્યુરી અને બાકીના મસાલા ઉમેરો (ગરમ મસાલા અને પંજાબી મસાલા સિવાય ) અને સરસ રીતે મિક્ષ કરી લો.

4) હવે એમાં તેલ છુટ્ટું પડે ત્યાં સુધી સાંતળો પછી એમાં થોડું પાણી ઉમેરી ગ્રેવીને થોડીવાર ચઢવા દો થોડીવાર પછી એમાં સમારેલી કોથમીર ઉમેરો.

5) હવે કડાઈ પણ ઢાંકણ ઢાંકી તેલ ઉપર આવે ત્યાં સુધી આને ચઢવા દો આ રીતે તેલ ઉપર આવે એટલે એમાં તળેલા શાક અને તળેલું પનીર ઉમેરી દો અને સરસ રીતે મિક્ષ કરી લો.

6) એક વાટકામાં મલાઈ અને દહીં મિક્ષ કરી લો પછી આ મિશ્રણ શાકમાં ઉમેરો અને મિક્ષ કરી લો અને એમાં ખાંડ ઉમેરી મિક્ષ કરી લો

7) હવે એમાં તેલ ઉપર આવે ક્સુરીમેથી હાથથી મસળીને એમાં ઉમેરો અને સમારેલી કોથમીર થોડી નાખો છેલ્લે એમાં થોડું છીણેલું પનીર નાખી મિક્ષ કરી લો બધું સરસ રીતે મિક્ષ થઇ જાય એટલે ગેસ બંધ કરી દેવો.

8) હવે ટેસ્ટી મિક્ષ વેજીટેબલ સબ્જી સર્વિંગ માટે તૈયાર છે આને તમે રોટલી , પરોઠા કે નાન ગમે તેની સાથે સર્વ કરી શકો છો.

Watch This Recipe on Video