હેલ્લો ફ્રેન્ડસ,આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને યમ્મી ફ્રુટ કેન્ડી જેમાં ના કોઈ આર્ટીફીસીયલ કલર ઉમેરવાની જરૂર છે ના કોઈ એસેન્સની જરૂર પડશે આજે આપણે આ કેન્ડી જે આપણે તાજા ફળોનો ઉપયોગ કરીને બનાવીશું જે ટેસ્ટી તો બનશે સાથે જ હેલ્ધી પણ બનશે તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૧૦ મિનીટ
બનાવવાનો સમય – ૧૦ મિનીટ
સામગ્રી :
સ્ટ્રોબેરી કેન્ડી માટે :
૫ – ૬ સ્ટ્રોબેરી
ખાંડ કે સાકર
ચાટ મસાલો
પાણી
કિવી કેન્ડી બનાવવા માટે :
૨ કિવી
ખાંડ કે સાકર
ચાટ મસાલો
પાણી
કાચી કેરીની કેન્ડી બનાવવા માટે :
૧ કાચી કેરી
સંચળ
ચાટ મસાલો
ખાંડ કે સાકર
પાણી
લીચી કેન્ડી બનાવવા માટે :
તૈયાર લીચી નો જ્યુસ
પાકી કેરીની કેન્ડી બનાવવા માટે :
૧ પાકી હાફુસ કેરી
ખાંડ કે સાકર
પાણી
ઓરેન્જ કેન્ડી બનાવવા માટે :
ઓરેન્જ સીરપ (રસના કે ટેંગ લઇ શકો)
દળેલી ખાંડ કે સાકર
પાણી
રીત :
1) સ્ટ્રોબેરીને ધોઈને સમારી લેવી હવે મિક્ષર જારમાં સ્ટ્રોબેરી અને ખાંડ નાખી વાટી લો હવે જરૂર પ્રમાણે એમાં પાણી નાખી મિક્ષ કરી લો આને કુલ્ફી મોલ્ડમાં લઇ લો.

2) કિવીને છોલીને સમારી લેવું પછી એને મિક્ષર જારમાં લઇ લો એમાં થોડી ખાંડ કે સાકર ઉમેરી વાટી લો હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરવું પછી મિક્ષ થઇ જાય એટલે એને મોલ્ડમાં લઇ લો.

3) કાચી કેરીની કેન્ડી બનવવા કેરીને ધોઈને છોલીને સમારી લો પછી એને મિક્ષર જારમાં લઇ લો એમાં બધા મસાલા અને ખાંડ કે ઉમેરી એકવાર વાટી લો પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઇ વાટતા જવું સરસ મિક્ષ થઇ જાય એટલે એને મોલ્ડમાં લઇ લો.

4) પાકી કેરીની કેન્ડી બનાવવા કેરીને ધોઈને છોલીને સમારી લો પછી એમાં ખાંડ કે સાકર ઉમેરો અને વાટી લો પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરી મિક્ષ કરવું અને મોલ્ડમાં લઇ લો.

5) લીચી કેન્ડી બનાવવા અહી તૈયાર કિવી જ્યુસનો ઉપયોગ કર્યો છે એને મોલ્ડમાં ભરી દેવો.

6) ઓરેન્જ કેન્ડી બનાવવા માટે તમે રસના કે ટેંગ નો ઉપયોગ કરી સીરપ બનાવી શકો પછી એમાં જરૂર પ્રમાણે દળેલી ખાંડ કે સાકર નાખી પાણી ઉમેરી સરસ મિક્ષ કરી લો અને મોલ્ડમાં ભરી દો.

7) બધા મોલ્ડમાં કેન્ડી સીરપ ભરાઈ જાય એટલે આને ફ્રીઝરમાં ૮ – ૧૦ કલાક માટે કે આખી રાત માટે સેટ થવા મુકી દો.

8) કેન્ડીને બહાર કાઢતા પહેલા સહેજવાર પાણીમાં મુકો પછી સરળતાથી કેન્ડી બહાર નીકળી જશે.

9) હવે આ સરસ મજાની ટેસ્ટી અને યમ્મી ફ્રુટ કેન્ડી સર્વિંગ માટે તૈયાર છે.
