બાળકોનો મનપસંદ ચોકોબાર હવે ઘરે બનાવો|Eggless|Chocobar|Shreejifood

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું નાના મોટા દરેકની મનપસંદ રેસીપી “ ચોકોબાર “ , આ જનરલી આપણે બહારથી લાવીને ખાતા હોઈએ છે પણ ઘરે ખુબજ ઓછા સમયમાં ચોકોબાર બનીને તૈયાર થઇ જાય છે તો ચાલો એને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૨ – ૩ મિનીટ

બનાવવાનો સમય – ૫ મિનીટ

સામગ્રી :

૧૦૦ ગ્રામ – ડાર્ક ચોકલેટ

૫૦ ગ્રામ સ્વીટ ચોકલેટ

૧૦૦ મિલી – ૧૫૦ મિલી વેનીલા આઈસ્ક્રીમ

રીત :

1) સૌથી પહેલા જે ચોકલેટ લીધી છે એને માઇક્રોવેવમાં કે ડબલ બોઈલર મેથડ થી મેલ્ટ કરી લો, એકદમ સરસ ઓગળી જવી જોઈએ.

2) હવે એક સીલીકોનનું મોલ્ડ લઇ એમાં મેલ્ટેડ ચોકલેટનું લેયર કરો, મેં બ્રશની મદદથી ચોકલેટ સ્પ્રેડ કરી છે બહુ જાડું લેયર ના કરવું એ પછી આ લેયરને સેટ થવા દો ગરમીનો સમય હોય તો આને ફ્રીજમાં મુકવું નહીતો બહાર જ સેટ થઇ જશે હવે આમાં થોડો થોડો આઈસ્ક્રીમ સ્પ્રેડ કરો અને મોલ્ડને સહેજ થપથપાવી લો.

3) લાકડાની સ્ટીક બજારમાં મળે છે એ આમાં લગાવી દો.

4) હવે આ આઈસ્ક્રીમને સેટ થવા ફ્રીઝરમાં સહેજ વાર માટે મુકો,પછી તેને પર બીજું ચોકલેટનું લેયર કરો

5) હવે આ ચોકોબારને ફ્રીઝરમાં સેટ થવા દો.સેટ થઇ જાય પછી આ સીલીકોનના મોલ્ડ માંથી આ રીતે સરળતાથી બહાર નીકળી શકશો.

6) હવે આ એકદમ યમ્મી ચોકોબર સર્વિંગ માટે તૈયાર છે .

Watch This Recipe on Video