કોઇ પણ કલર કે કેમિકલનો ઉપયોગ કર્યા વગર બનાવો જાંબુનો આઇસક્રિમ|Natural Jamun Ice cream|shreejifood

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું એક કોઈ કલર કે પ્રીઝર્વેટીવ નો ઉપયોગ કર્યા વગર “ નેચરલ જાંબુ આઈસ્ક્રીમ “ જે ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે અને ખુબજ ઓછી વસ્તુથી બનીને તૈયાર થઇ જાય છે તો અત્યારે ચોમાસાની સિઝનમાં જાંબુ ખુબજ સરસ મળે તો એકવાર આ યમ્મી આઈસ્ક્રીમ બનાવીને જરૂર ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને ચોક્કસ પસંદ આવશે તો ચાલો એને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૫ મિનીટ

બનાવવાનો સમય – ૫ મિનીટ

સર્વિંગ – ૩ – ૪ વ્યક્તિ

સામગ્રી :

૨૫૦ ગ્રામ પાકા મોટા જાંબુ

૧૦૦ ગ્રામ નોન ડેરી ક્રિમ

૧૦૦ ગ્રામ અમુલ ફ્રેશ ક્રિમ

રીત :

1) સૌથી પહેલા જાંબુને ધોઈને સમારી લો હવે એને મિક્ષર જારમાં લઇ પાણી વગર જ ક્રશ કરી લો, આવી સરસ પેસ્ટ જેવું બનીને તૈયાર થઇ જશે.

2) એક વાટકામાં બંને ક્રિમ લઇ લો એ એકદમ ઠંડા હોવા જોઈએ પછી હેન્ડ મિક્ષરની મદદથી એને વ્હીપ કરો.

3) આ રીતે ક્રિમ થોડું વ્હીપ થાય એટલે એમાં બનાવેલી જાંબુની પેસ્ટ નાખો અને ફરીથી મિક્ષર થી મિક્ષ કરી લો.

4) આને એક એર ટાઈટ ડબ્બામાં લો એમાં થોડો આઈસ્ક્રીમ નાખો પછી થોડી જાંબુની પેસ્ટ નાખો ફરી આઈસ્ક્રીમ નાખી પેસ્ટ નાખી સરખા લેવલમાં કરી દો.હવે આ ડબ્બા પર એલ્યુમિનિયમ ફોઈલ લગાવો પછી ઢાંકણ બંધ કરી આ ડબ્બાને ડીપ ફ્રીઝરમાં સેટ થવા મુકી દો.

5) ૮ – ૧૦ કલાક પછી આઈસ્ક્રીમ આ રીતે સરસ સેટ થઇ ગયો હશે હવે આ આઈસ્ક્રીમને બાઉલમાં લઇ લઈશું.

6) હવે આ નેચરલ જાંબુ આઈસ્ક્રીમ સર્વિંગ માટે તૈયાર છે.

Watch This Recipe on Video