હવે ખાંડ નહિ પણ ગોળનો ઉપયોગ કરી બનાવો કેરીનો છૂંદો એ પણ ફક્ત ૫-૭ મિનિટમાં|Keri no instant chundo

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું કેરીનો છુંદો, જનરલી આપણે છુંદો ખાંડનો ઉપયોગ કરીને અને તડકા છાયા ની રીત થી બનાવતા હોઈએ છે પણ આજે આપણે આ છુંદો ગેસ ઉપર અને ગોળનો ઉપયોગ કરીને બનાવીશું તો જે લોકો ખાંડ નથી ખાઈ શકતા એ પણ આ છુંદો ખાઈ શકશે અને જે લોકો બહાર રહે છે અને જો ત્યાં તાપ નથી આવતો તો પણ હવે આ રીતે આસાનીથી છુંદો બનાવીને ખાઈ શકશે.સાથે જ તમે આને બનાવીને સ્ટોર પણ કરી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૧૦ મિનીટ

બનાવાનો સમય – ૧૦ મિનીટ

સામગ્રી :

૫૦૦ ગ્રામ રાજાપુરી કે વનરાજ કાચી કેરી

૫૦૦ ગ્રામ ગોળ

૧/૨ ચમચી જીરું

૧ – ૨ ચમચી લાલ મરચું

મીઠું સ્વાદ પ્રમાણે

રીત :

1) સૌથી પહેલા કેરી સરસ તાજી અને કાચી લેવી પછી એને ધોઈને સાફ કરી લેવી,પછી એને છીણીની મીઠી છીણી લો.

2) હવે આ કેરીને એક સ્ટીલના જાડા તળિયાવાળી કડાઈમાં લઇ લો હવે એમાં ગોળનો ઝીણો ભુકો કરીને નાખો અથવા સમારીને નાખો સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખો અને મીડીયમ ગેસ પર ગરમ થવા દો.

3) ગોળ સરસ રીતે ઓગળી જાય એટલે એમાં તજ અને લવિંગ નાખો સાથે જ એમાં જીરું ઉમેરી દો.

4) ગોળનો રસો જાડો થાય ત્યાં સુધી ચઢવા દો એકતાર ની ચાસણી કરવાની છે પછી ગેસ બંધ કરી આને નીચે ઉતારી લો.

5) મિશ્રણ નવશેકું ગરમ હોય એ સમયે એમાં લાલ મરચું નાખવું (મિશ્રણ વધારે ગરમ ના હોવું જોઈએ,નહિ તો કલર ડાર્ક થઇ જશે)અને સરસ રીતે મિક્ષ કરી લેવું.

6) આ છુંદો ઠંડો થાય થાય એટલે એને કાચની સાફ બરણીમાં ભરી ને ભેજના લાગે એવી જગ્યાએ મુકો.

Watch This Recipe on Video