ગુજરાતી ટ્રેડીશનલ ફાડા લાપસી કુકરમાં બનાવો બધી ટીપ્સ અને પરફેક્ટ માપ સાથે|fada lapsi recipe|lapsi

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું “ ફાડા લાપસી “ , ફાડા લાપસી એક ટ્રેડીશનલ ગુજરાતી સ્વીટ ડીશ છે જે મોસ્ટલી સારા પ્રસંગે ગુજરાતીઓના ઘરે બનતી હોય છે આ આમતો પહેલા લોકો મોટા તપેલામાં કે મોટી કડાઈમાં જ બનાવતા હતા અને એ બને પણ ખુબજ સ્વાદિષ્ટ પણ એમાં સમય થોડો વધુ લાગે અને આજકાલ કોઈની પાસે વધારે સમય નથી હોતો કે રસોડામાં વધુ સમય વિતાવીને આવું કંઇક બનાવે, પણ આજે આપણે એવી જ સરસ ટેસ્ટી ફાડાલાપસી કુકરમાં બનાવીશું જેથી સમય પણ ઓછો લાગશે અને તમારી જે ફાડા લાપસી ખાવાની ઈચ્છા જો સમયના હોવાના લીધે ના બનાવી શકતા હોવ તો હવે બનાવી શકશો તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૫ મિનીટ

બનાવાનો સમય – ૧૦ મિનીટ

સર્વિંગ – ૨ – ૩ વ્યક્તિ

સામગ્રી :

૧ વાટલી ઘઉંના મોટા ફાડા

૩.૫ વાટકી પાણી

૩ – ૪ ચમચી ચોખ્ખું ઘી

૧/૨ વાટકી સમારેલો ગોળ

૨ – ૩ ચમચી ખાંડ

૨ – ૩ ચમચી સુકા ટોપરાનું છીણ

૨ – ૩ ચમચી સમારેલું ડ્રાયફ્રુટ

૧ – ૨ તજ ના નાના ટુકડા

૩ – ૪ લવિંગ

૧ ચમચી સુકી દ્રાક્ષ

૧/૨ ચમચી ઇલાઇચી અને જાયફળનો પાવડર

રીત :

1) સૌથી પહેલા જે પણ કપ કે વાટકી ના માપ થી તમારે ફાડા બનાવવા હોય એમાં એને સાફ કરીને લઇ લો હવે એજ વાસણના માપ થી ૩.૫ ગણું પાણી માપીને એક વાસનામાં લઈ એને ગરમ કરવા મુકો.

2) હવે એક મોટા કુકરમાં ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થાય એટલે કોરા ફાડા એમાં નાખી ધીમા થી મીડીયમ ગેસ પર એને થોડીવાર શેકો થોડો એનો કલર બદલાય કે ૫૦ % જેવા શેકાય એટલે એમાં તજ અને લવિંગ નાખો (જો તમાલપત્ર નાખવું હોય તો પણ અત્યારે નાખી શકો)

3) ત્યારબાદ આમાં સુકી દ્રાક્ષ નાખો અને ફાડાનો કલર સરસ ગોલ્ડન બ્રાઉન થાય અને સુંગંધ આવવા લાગે એટલે સમજવું કે ફાડા શેકાઇ ગયા આ સમયે આમાં જે આપણે પાણી માપીને ગરમ કરવા મુક્યું હતું એ ગરમ પાણી આમાં ધીરે ધીરે ઉમેરતા જઇ હલાવતા જાવ સરસ રીતે આને મિક્ષ કરી લો પછી કુકરનું ઢાંકણ બંધ કરી મીડીયમ ગેસ પર એની ૫ – ૬ વ્હીસલ કરી લો.

4) કુકર ઠંડુ થઇ જાય એટલે એને ખોલીને ફાડાને આ રીતે હાથથી સહેજ દબાવીને ચેક કરી લો કે બરાબર બફાયા છે કે નહિ જો કડક લાગતા હોય તો થોડું પાણી ઉમેરી એની બીજી ૧ – ૨ વ્હીસલ કરી શકો.

5) હવે આ બાફેલા ફાડામાં સમારેલો ગોળ અને ખાંડ ઉમેરો અને થોડીવાર હલાવો જેથી બધું સરસ રીતે મિક્ષ થઇ જાય,ગોળ અને ખાંડ ઓગળી જાય એટલે એમાં ટોપરાનું છીણ,ઈલાઈચી અને જાયફળનો પાવડર નાખી મિક્ષ કરી લો.

6) મિશ્રણ થોડું ઘટ્ટ થવા આવે એટલે એમાં ડ્રાયફ્રુટ નાખી મિક્ષ કરી સહેજ વાર ચઢવા દો.

7) આ રીતનું ઘટ્ટ અને લચકા પડતું એનું તેક્ષ્ચર આવે એટલે ગેસ બંધ કરી દેવો.

8) ફાડાલાપસી ને તમે આ રીતે લુઝ અને પીસ પાડીને બંને રીતે સર્વ કરી શકો.

નોંધ :

 જો તમારે એકલો ગોળ કે એકલી ખાંડનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો પણ બન્ને નું  કોમ્બીનેશન સરસ લાગે છે તો એકવાર આ રીતે ટ્રાય કરજો, ડ્રાયફ્રુટ ઓછા વધતા કરી શકો,જો લાપસીને પીસ પાડીને સર્વ કરવી હોય તો બની જાય એટલે એને એક ઘી લગાવેલી થાળીમાં પાથરી દેવી [પછી એના ઉપર ગાર્નીશિંગ માટે સુકા ટોપરાનું છીણ અને બદામ પીસ્તા ઉમેરવું.

Watch This Recipe on Video