સીઝનમાં બનાવીને આખું વર્ષ સ્ટોર કરી શકો એવી કેરીની કટકી|katki chundo|Shreejifood 18,746 views

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું કાચી કેરીની કટકી જે ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે અને આને તમે બનાવીને લાંબો સમય સ્ટોર પણ કરી શકો છો આજે આ કેરીની કટકી આપણે તડકા છાયાની રીત થી બનાવીશું જેનો ટેસ્ટ ખુબજ લાગે છે તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૫ – ૧૦ મિનીટ

બનાવવાનો સમય – ૩ – ૪ દિવસ

સ્ટોર કરવાનો સમય – આખું વર્ષ

સામગ્રી :

૫૦૦ ગ્રામ રાજાપુરી કે વનરાજ કાચી કેરી

૫૦૦ ગ્રામ ખાંડ

૧ ચમચી લાલ મરચું

થોડું વાટેલું જીરું

મીઠું

રીત :

1) સૌથી પહેલા કેરીને ધોઈને છોલી લો અને પછી એને ઝીણા ઝીણા ટુકડામાં સમારી લો.

2) હવે જેટલી કેરી હોય એટલી જ ખાંડ લેવાની છે એક સ્ટીલની તપેલીમાં સમારેલી કેરી અને ખાંડ મિક્ષ કરો જરૂર પ્રમાણે મીઠું પણ અત્યારે જ ઉમેરી દેવું આને મિક્ષ કરી ૧ કલાક માટે રહેવા દો જેથી ખાંડ સરસ રીતે ઓગળી જાય.

3) ખાંડ ઓગળી જાય એટલે એકવાર સરસ એને હલાવી લો જો ખાંડ ના ઓગળી હોય તો સહેજ વાર આને હલાવો ખાંડ ઓગળે એ પછી એના પર પાતળું કોટનનું કપડું બાંધી દેવું.

4) હવે આ તપેલીને બહાર તાપમાં મુકી દો રોજ આને એકવાર હલાવી ફરી કપડું બાંધી તાપમાં મુકી દેવું.

5) ત્રણ દિવસ પછી આ કટકી ની ચાસણી આવી ઘટ્ટ થઇ જશે હવે એમાં અધકચરું વાટેલું જીરું અને લાલ મરચું ઉમેરી સરસ રીતે મિક્ષ કરી લો, મિક્ષ થઇ જાય એટલે ફરી એના પર કપડું બાંધી આ કટકી ને ૨ – ૩ કલાક માટે તાપમાં મુકો.

6) ૨ – ૩ કલાક પછી આ મસાલો સરસ રીતે મિક્ષ થઇ ગયો હશે અને આવું એનું ટેક્ષ્ચર આવી ગયું હશે.

7) આ સરસ ટેસ્ટી કેરીની કટકી બનીને તૈયાર છે આ ઠંડી થઇ જાય એટલે એને કાચની સાફ બરણીમાં ભરીને આખું વર્ષ સ્ટોર કરી શકો.

નોંધ :

   કેરી બને ત્યાં સુધી રાજાપુરી કે વનરાજ લેવી એનું રીઝલ્ટ ખુબજ મળે છે, કટકીની બરણીને ભેજ ના લાગે એવી જગ્યાએ મુકો જો ભેજ લાગે તો આ બગડી જાય એટલે આ વાતનું ધ્યાન રાખવું, ચાસણી પ્રોપર થીક થાય ત્યાં સુધી તાપમાં રાખવું જો પાણીનો ભાગ આમાં રહે તો પણ કટકી બગડી જાય.   

Watch This Recipe on Video