હવે ઘરે જ બનાવો બાળકો ની મનપસંદ પેપ્સીકોલા એ પણ ઘરે એની ફ્લેવર બનાવીને|Pepsi cola|Shreejifood

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું ઘરે પેપ્સીકોલા , ગરમીની શરૂઆત થાય એટલે બજારમાં પેપ્સીકોલા વેચાવાની શરુ થઇ જાય અને બાળકોને તો આ ખુબજ ભાવતી હોય છે પણ બહાર જે પેપ્સીકોલા મળે છે એને બનાવવામાં કેવું પાણી ઉપયોગમાં લીધું હોય એનો આપણને ખ્યાલ નથી હોતો ,અને ઘણી જગ્યાએ તો એને બનાવવા માટે ખાંડના બદલે શેક્રીનનો ઉપયોગ થાય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ હાનીકારક હોય છે તો આવી વસ્તુ બાળકોને ખાવા આપવી એના કરતા ઘરે ચોખ્ખી તૈયાર કરીને આપવી જેથી આપણે ટેન્શન ફ્રી થઈને આપણે એ વસ્તુ એમને ખાવા દઈએ તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૧૦ મિનીટ

બનાવાનો સમય – ૧૦ મિનીટ

સ્ટોર કરવાનો સમય – મહિના સુધી (ફ્રીઝરમાં )

સામગ્રી :

કાલાખટ્ટા સીરપ બનાવવા માટે :

૧૫૦ ગ્રામ ખડી સાકર

૧/૩ કપ + ૧.૨ કપ પાણી

૧/૨ ચમચી સંચળ

૧/૨ ચમચી શેકેલા જીરાનો પાવડર

૧/૨ ચમચી મરી પાવડર

૨ – ૩ ટીપા બ્રાઉન ફૂડ કલર

ચપટી લીંબુના ફુલ

રોઝ સીરપ બનાવવા માટે :

૮ – ૧૦ દેશી ગુલાબની પાંદડી

૧ કપ ખાંડ (૨૦૦ ગ્રામ )

૧/૨ કપ પાણી

૨ – ૩ ટીપા લીંબુનો રસ

લાલ ફૂડ કલર

ઓરેન્જ અને ખસ સીરપ બનાવવા માટે :

૧ કપ ખાંડ (૨૦૦ ગ્રામ )

૧/૨ કપ પાણી

ઓરેન્જ ફૂડ કલર અને એસેન્સ

લીલો કલર અને એસેન્સ

૨ – ૩ ટીપા લીંબુનો રસ કે ચપટી લીંબુના ફુલ

રીત :

1) સૌથી પહેલા ખડી સાકરનો થોડો અધકચરો ભુકો કરી લો એને એક વાસણમાં લઈ એમાં પાણી ઉમેરો એને મીડીયમ ગેસ પર એને ઉકળવા દો.પાણી ઉકળીને થોડું જાડુ થાય એટલે એમાં મસાલો નાખો અને એક તારની ચાસની બનવા આવે એટલે ગેસ બંધ કરી એમાં થોડો કલર ઉમેરી મિક્ષ કરી લો.

2) હવે એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી મિક્ષ કરી લો એનો કલર આવો આવશે.

3) હવે આને ગાળીને એક વાસણમાં લઇ એમાં ચપટી જેટલા લીંબુના ફુલ ઉમેરી મિક્ષ કરો (લીંબુનો રસ નાખવો હોય તો પણ નાખી શકો)

4) ગુલાબની પાંદડીને ધોઈને તૈયાર કરી લો કોરી થઇ જાય એટલે એને મિક્ષર જારમાં લઇ પાણી વગર જ ક્રશ કરો.

5) આની ચાસણી બનાવવા માટે એક વાસણમાં ખાંડ લઇ એમાં પાણી ઉમેરી એને ગરમ કરવા મુકો એક તાર થવા આવે એટલે ગેસ બંધ કરી દેવો, હાથથી ચેક કરશો તો એ તમને થોડું ઘટ્ટ અને ચીકણું લાગશે.

6) જે ગુલાબની પાંદડી વાટીને રાખી છે એ આ ચાસણીમાં ઉમેરો અને સરસ રીતે એને હલાવી એના પર ઢાંકણ ઢાંકી આને ઠંડુ થવા દો મિશ્રણ ઠંડુ થાય એટલે એને ગાળી લો અને એમાં ૨ – ૩ ટીપા કલર ઉમેરો

7) જે સીરપ આપણે બનાવ્યું એ આ રીતનું ઘટ્ટ બનશે તમે ચમચી માં એને લેશો તો એની ઉપર સરસ આવું એનું કોટીંગ થઇ જશે.

8) જેટલી પણ ફલેવરની પેપ્સીકોલા બનાવવી હોય એ પ્રમાણે તમારે એ ફ્લેવરના સીરપ બનાવીને તૈયાર કરી દેવા,અને પેપ્સીકોલા ભરવા માટે માટે માર્કેટમાં કે ઓનલાઈન આ રીતના એના માટેના પ્લાસ્ટિક મળે છે એ લેવા (જો નજીકમાં ના મળે તો નીચે મેં ઓનલાઈન ની લીંક આપી છે ત્યાં થી ખરીદી શકશો.)પ્લાસ્ટીકને જે પણ સાઈઝની પેપ્સી બનાવવી હોય એ પ્રમાણે કાપી લેવા પછી સીરપમાં પાણી નાખી મિક્ષ કરી લેવું ત્યારબાદ પ્લાસ્ટીકનો એક ભાગ સીલ કરી એમાં ફ્લેવરવાળું પાણી ભરો અને બીજો ભાગ પણ મીણબત્તીની મદદથી સીલ કરી દો.

9) હવે જો મીણબત્તી થી સીલ કરતા ના ફાવે તો પ્લાસ્ટીકના એક છેડે ગાંઠ મારી દો પછી પાણી ભરીને બીજા છેડે પણ ગાંઠ મારો આ રીતે પણ તમે પેપ્સીકોલા ભરી શકો.

10) બધી પેપ્સી ભરાય જાય એટલે એને ડીપ ફ્રીઝરમાં જામવા માટે મુકી દો.

11) ૮ – ૧૦ કલાક પછી પેપ્સીકોલા સરસ રીતે જામીને તૈયાર થઇ જશે.

Watch This Recipe on Video