રેસ્ટોરન્ટ જેવી કાજુ કરી ઘરે બનાવો એકદમ સરળ રીત થી|kaju curry subji|No onion no garlic|Shreejifood

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ જેવું કાજુ કરીનું શાક, આ શાક સ્વીટ અને તીખું બને રીતે બને છે જે સ્વીટ ટેસ્ટનું હોય છે એ વ્હાઈટ ગ્રેવી થી બને અને જે તીખું હોય છે લાલ ગ્રેવીથી બને આજે આપણે જે તીખી કાજુકરી ની સબ્જી હોય છે એ બનાવીશું આ ખુબજ ટેસ્ટી બને છે અને રેસ્ટોરન્ટ કરતા ઓછા ભાવમાં અને ચોખ્ખી સબ્જી ઘરે બનીને તૈયાર થાય છે તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.

તૈયારી નો સમય – ૧૦ મિનીટ

બનાવાનો સમય – ૧૫ – ૨૦ મિનીટ

સર્વિંગ – ૩ – ૪ વ્યક્તિ

સામગ્રી :

સફેદ પેસ્ટ બનાવવા માટે :

૫૦ ગ્રામ કાજુ

૨ ચમચી સીંગદાણા

૪ – ૫ ચમચી મગજતરીના બી

૧/૨ કપ પાણી

થોડું તેલ

૨૦૦ – ૨૫૦ ગ્રામ દુધી (જો ડુંગળી લેવી હોય તો દુધીના બદલે ડુંગળી લેવી)

લાલ ગ્રેવી બનાવવા માટે :

૫૦૦ ગ્રામ ટામેટા

૪ – ૫ ચમચી તેલ

૨ ચમચી ઘી

૧ તજ

૧ તમાલપત્ર

૪ – ૫ લવિંગ

૪ – ૫ કાળા મરી

૪ – ૫ લીલા મરચા

મીઠું સ્વાદ પ્રમાણે

૨ ચમચી ધાણાજીરું

૧/૨ ચમચી હળદર

૨ ચમચી લાલ મરચું

થોડી કસૂરી મેથી

૧ ચમચી ખાંડ (ઓપ્શનલ)

૧ ચમચી પંજાબી ગરમ મસાલો

સબ્જી બનાવવા માટે :

૧ ચમચી તેલ

૧ ચમચી બટર

થોડું જીરું

૨ સમારેલા લીલા મરચા

રેડ ગ્રેવી

સફેદ પેસ્ટ

પાણી

મીઠું

૧/૨ ચમચી લાલ મરચું

૧/૨ ચમચી ધાણાજીરું

૧/૨ ચમચી ગરમ મસાલો

૫૦ – ૬૦ ગ્રામ છીણેલું પનીર

૧૦૦ ગ્રામ તળેલા કાજુ

૨ ચમચી કુકિંગ ક્રિમ

સમારેલી કોથમીર

રીત :

1) સૌથી પહેલા કાજુ ,સીંગદાણા અને મગજતરીને પાણીથી બે વાર ધોઈ લઈશું પછી એમાં બીજું ચોખ્ખું પાણી નાખી એને મીડીયમ ગેસ પર ૧૦ – ૧૫ મિનીટ માટે ઉકળી લઈશું.પછી ગેસ બંધ કરી આને ઠંડું થવા દો.

2) હવે રેડ ગ્રેવી માટે સરસ તાજા લંબગોળ ટામેટા લઇ એને ધોઈને સમારી લો.(દેશી ટામેટા ના લેવા)

3) એક જાડા તળિયાવાળી કડાઈમાં તેલ અને ઘી ગરમ કરવા મુકો, એ ગરમ થાય એટલે એમાં આખા સુકા મસાલા અને સમારેલા લીલા મરચા ઉમેરી સાંતળી લો ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા નાખો એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને બાકીના મસાલા કરી સરસ રીતે મિક્ષ કરી લો.

4) મસાલા સરસ રીતે મિક્ષ થઇ જાય એટલે એના પર ઢાંકણ ઢાંકીને એને ફાસ્ટ ગેસ પર ચઢવા દો વચ્ચે વચ્ચે જરૂર લાગે ત્યારે એને હલાવતા રહેવું જેથી ગ્રેવી ચોંટે નહિ.

5) આ રીતે તેલ ઉપર આવે અને ટામેટા સરસ ચઢી જાય એટલે એમાં કસુરીમેથીને હાથથી મસળીને નાખો સાથે જ થોડી ખાંડ નાખી સરસ રીતે મિક્ષ કરી લો.

6) હવે એક બીજી કડાઈમાં થોડું તેલ ગરમ કરવા માટે મુકો તેલ ગરમ થાય એટલે એમાં કાજુના ફાડાને લાઈટ કલરના થાય ત્યાં સુધી તળી લો હવે એજ તેલમાં દુધીને શેલો ફ્રાય કરી લો (દુધીને છોલીને છીણી લેવાની, જે ડુંગળી ખાતા હોય એ ડુંગળીને લાંબી પાતળી સમારી ને પછી તળી લે.)

7) જે કાજુ અને મગજતરી ને ઉકાળીને રાખ્યા હતા એને એકવાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવા ત્યાર બાદ એને મિક્ષરમાં લઇ લો સાથે જ જે દુધી શેલોફ્રાય કરીને રાખી છે એ પણ એની સાથે ઉમેરી દો હવે પાણી નાખ્યા વગર એને વાટી લો, જે ટામેટા સાંતળીને રાખ્યા છે એમાંથી તમાલપત્ર કાઢી લઇ એને પણ બીજા એક મિક્ષર જારમાં લઇ પાણી વગર વાટી લો.તો આ રીતે સફેદ પેસ્ટ અને લાલ ગ્રેવી બનીને તૈયાર થઇ જશે.

8) હવે સબ્જી બનાવવા માટે એક કડાઈમાં તેલ અને બટર કે ઘી ગરમ કરવા મુકો એ ગરમ થાય એટલે એમાં જીરું અને મરચા નાખો (જો આદુ કે લસણ નાખવું છે તો આ સમયે નાખી શકો)એ સંતળાઇ જાય એટલે પહેલા લાલ ગ્રેવી નાખી એકવાર મિક્ષ કરો પછી એમાં સફેદ પેસ્ટ નાખી સરસ રીતે હલાવી લો.

9) મિક્ષરમાં થોડું પાણી ઉમેરી એ પાણી શાકમાં નાખો જરૂર પ્રમાણે મસાલા કરો અને મિક્ષ કરી ગ્રેવીને ઢાંકીને ફરીથી સહેજ વાર ચઢવા દો.

10) આ રીતે ગ્રેવીમાં તેલ ઉપર આવે એટલે એમાં છીણેલું પનીર , તળેલા કાજુ , ક્રિમ અને થોડી સમારેલી કોથમીર ઉમેરી સરસ રીતે મિક્ષ કરી એકાદ મિનીટ આને ખુલ્લું જ ચઢવા દો.

11) હવે સબ્જીને સર્વિંગ બાઉલમાં લઇ એના ગાર્નીશિંગ માટે તળેલા કાજુ અને કોથમીર મુકો.

Watch This Recipe on Video