હવે બનાવીને આખું વર્ષ સ્ટોર કરી શકો એવું કાચી કેરીનું બટાકિયું/વઘારિયું|Raw mango subji|AamkiLaunji

હેલ્લો ફ્રેન્ડસ,આજે આપણે બનાવીશું કેરીનું ખાટુ મીઠું શાક જેને ઘણાના ઘરમાં “ બટાકીયું “ કે “ વઘારિયું “ પણ કહે છે અને કાચી કેરીની સીઝન શરુ થાય એટલે આ મોસ્ટલી દરેક ગુજરાતી ના ઘરમાં બનતું હોય આનો ટેસ્ટ એટલો સરસ હોય છે એકલું પણ ખાવાની મજા આવે, હવે આને બનાવાની રીત દરેક ઘરમાં અલગ અલગ હોય છે કોઈ કેરીને બાફીને બનાવે તો કોઈ સીધું બનાવે બંને રીતમાં ટેસ્ટમાં થોડો ઘણો ફર્ક પડે છે સાથે એની સામગ્રી પણ વધઘટ થાય તો આજે આપણે આ શાક કેરીને બાફ્યા વગર બનાવના છીએ જે ટેસ્ટી તો બને જ છે સાથે જ તમારે જો આને સ્ટોર કરીને રાખવું છે તો પણ રાખી શકો છો તો ચાલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ.

તૈયારી નો સમય – ૧૦ મિનીટ

બનાવાનો સમય – ૧૦ મિનીટ

સર્વિંગ – ૨ – ૩ વ્યક્તિ

સામગ્રી :

૫૦૦ ગ્રામ કાચી રાજાપુરી કેરી (વનરાજ પણ લઇ શકો)

૫૦૦ – ૫૫૦ ગ્રામ ગોળ

૩ – ૪ ચમચી તેલ

રાઇ

જીરું

લાલ મરચું

ધાણાજીરું

મીઠું

રીત :

1) સૌથી પહેલા કેરીને ધોઈને છોલીને સમારી લેવી.

2) કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ,જીરું, તજ અને લવિંગ ઉમેરી સાંતળો.

3) હવે જે કેરી સમારીને રાખી છે એ નાખો સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર ઉમેરી મિક્ષ કરી સહેજ વાર કેરી થોડી પોચી પડે ત્યાં સુધી ઢાંકીને ચઢવા દો.

4) હવે એમાં ગોળને સમારીને કે ઝીણો ભૂકો કરીને ઉમેરો આને મીડીયમ ગેસ પર ચઢવા દો વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.

5) ગોળ ઓગળીને રસો આવો થોડો જાડો થાય એટલે ગેસ બંધ કરી દેવો અને શાકને નીચે ઉતારી ઠંડુ થવા દો.હાથથી ચેક કરશો તો તમને આ એક તાર બનતો લાગશે.

6) શાક નવશેકું ગરમ હોય એ સમયે એમાં લાલ મરચું અને ધાણાજીરું નાખી મિક્ષ કરી લેવું

7) મિક્ષ થઇ જશે એટલે આવો સરસ લાલ કલર આવી જશે અને રસો પણ મસાલાના લીધે થોડો જાડો થશે.

8) હવે આ સરસ મજાનું ટેસ્ટી કેરીનું શાક કે બટાકિયું સર્વિંગ માટે તૈયાર છે.

નોંધ :

   આ શાક જો રૂટીનમાં ખાવા બનાવવું છે તો કોઈ પણ કેરી લઇ શકો પણ જો તમારે આને સ્ટોર કરવું હોય તો બને ત્યાં સુધી રાજાપુરી લે વનરાજ કેરીનો ઉપયોગ કરવો , કેરી સરસ કાચી અને તાજી લેવી,ગોળ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછો વધતો કરવો હોય તો કરી શકો, શાક થોડું હુંફાળું થાય ત્યારે જ લાલ મરચું અને ધાણાજીરું નાખવું જો શાક ગરમ હોય અને મસાલા કરો તો શાકનો કલર ડાર્ક થઇ જશે સરસ આવો લાલ નહિ રહે.

Watch This Recipe on Video