હેલ્લો ફ્રેન્ડસ,આજે આપણે બનાવીશું ત્રણ અલગ અલગ પ્રકારના મોકટેલ , મોકટેલ જનરલી આપણે રેસ્ટોરન્ટમાં મંગાવતા હોઈએ છીએ એ ખુબજ સરસ હોઉં છે પણ એનો ભાવ પણ એવો જ સરસ ( વધારે ) હોય છે જયારે આપણે ઘરે એનાથી ચોથા ભાવમાં ઘરે એ જ મોકટેલ તૈયાર કરી શકીએ છીએ અને જે મોકટેલ બનાવવાના સીરપ આવતા હોય છે એ ઘણો લાંબો સમય ચાલે છે એમાંથી ઘણા બધા મોકટેલ બનાવી શકાય છે અને ઘરે આપણી પસંદ અનુશાર કે મિસમેચ કરીને પણ મોકટેલ બનાવવાની ખુબજ મજા આવે છે તો ચાલો એને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ.
તૈયારી નો સમય – ૫ મિનીટ
બનાવાનો સમય – ૨ મિનીટ
સર્વિંગ ૧ ગ્લાસ
સામગ્રી :
બ્લુ લગુન મોકટેલ બનાવા માટે :
૨ ચમચી બ્લુ કોરેસો સીરપ (મોનીન કંપનીનું )
બરફના ઝીણા ટુકડા
૧ – ૨ સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ
૧/૪ સાદી સોડા
૧/૪ કપ લિમ્કા
પાઈનેપલ પીનાકોલાડા મોકટેલ :
૨ ચમચી પાઈનેપલ ક્રશ
૧ ચમચી ઓરેન્જ સ્ક્વોશ કે ક્રશ
૨ ચમચી કોકોનટ મિલ્ક
૨ સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ
થોડી દળેલી ખાંડ
૪૦ – ૫૦ મિલી પાઈનેપલ જ્યુસ
બરફના ઝીણા ટુકડા
ઓરેન્જ બ્લોસમ મોકટેલ :
૨ ચમચી ઓરેન્જ ક્રશ
૧ સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ
બરફના ઝીણા ટુકડા
૪૦ – ૫૦ મિલી ઠંડી ફેન્ટા
રીત :
1) એક સર્વિંગ ગ્લાસમાં સૌથી પહેલા બ્લુ કોરેસો સીરપ,લીંબુનો રસ,વેનીલા આઈસ્ક્રીમ,અને બરફના ઝીણા ટુકડા નાખો ત્યારબાદ તેમાં સાદી સોડા અને લિમ્કા ઉમેરી મિક્ષ કરી લો.

2) સર્વ કરો ત્યારે ફરી થોડો આઈસ્ક્રીમ અને ગાર્નીશિંગ માટે ચેરી મુકી શકો, તો આ બ્લુ લગુન મોકટેલ બનીને તૈયાર છે.

3) હવે પાઈનેપલ મોકટેલ બનાવા માટે એક ગ્લાસમાં બધી વસ્તુ મિક્ષ કરી એમાં તૈયાર પાઈનેપલ જ્યુસ નાખો

4) હવે આ પાઈનેપલ પીનાકોલાડા પણ બનીને તૈયાર છે.

5) હવે ઓરેન્જ બ્લોસમ બનાવા માટે એક ગ્લાસમાં બધી સામગ્રી મિક્ષ કરો ઉપરથી ફેન્ટા નાખો

6) તો હવે આ ત્રણ સરસ મજાના મોકટેલ બનીને તૈયાર છે.
