હેલ્લો ફ્રેન્ડસ,આજે આપણે બનાવીશું એક ઈદ સ્પેશિયલ રેસીપી “ શીર ખુરમા “ આ ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે અને આને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો, આમાં જે તૈયાર ઘઉંની વર્મીસેલી સેવ આવે છે એ અને ઘણા બધા ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરીને એને દૂધ સાથે ઉકાળીને બનાવવામાં આવે છે જેનાથી એક શાહી ટેસ્ટ આવે છે જે ખાવામાં ખુબજ સરસ લાગે છે તો જો તમે ક્યારેય શીર ખુરમા નથી ખાધું તો એકવાર આ રીતે બનાવીને જરૂર ટ્રાય કરજો તમને ચોક્કસ પસંદ આવશે તો ચાલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ.
તૈયારી નો સમય – ૫ મિનીટ
બનાવાનો સમય – ૧૦ – ૧૫ મિનીટ
સર્વિંગ ૨ વ્યક્તિ
સામગ્રી :
૧ લીટર ફુલ ફેટનું દુધ
૧/૨ વાટકી ખાંડ (સ્વાદ પ્રમાણે લઇ શકો )
૫૦ ગ્રામ ઘઉંની વર્મીસેલી સેવ
૫૦ ગ્રામ કાજુ
૫૦ ગ્રામ બદામ
૫૦ ગ્રામ પીસ્તા
૩ – ૪ ખારેક
૧ ચમચી ચારોળી
૨ ચમચી સુકી દ્રાક્ષ
૧/૨ ચમચી ઈલાઈચી અને જાયફળનો પાવડર
થોડું કેસર
૧ – ૨ ચમચી ઘી
રીત :
1) સૌથી પહેલા આપણે ખારેક , કાજુ , બદામ ,પીસ્તા અને ચારોળીને પાણીમાં પલાડીને અડધો થો એક કલાક માટે રહેવા દઈશું, સાથે કેસરને પણ હુંફાળા પાણીમાં પલાડી દઈશું.

2) એક જાડા તળિયાવાળી કડાઈમાં દૂધને ગાળીને ગરમ કરવા મુકો.

3) હવે બીજી એક કડાઈ કે ફ્રાયપેન લઇ એમાં થોડું ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થાય એટલે એમાં વર્મીસેલી સેવને હાથથી થોડી તોડીને એમાં ઉમેરો અને ધીમા ગેસ પર ૧ – ૨ મિનીટ માટે શેકો.સેવ શેકાઇ જાય એટલે એને ગરમ દુધમાં નાખી દો. અને મીડીયમ ગેસ પર દુધને ઉકળવા દો.

4) હવે જે ડ્રાયફ્રૂટ પલાડીને રાખ્યું હતું એને સમારી લેવું , થોડું ઘી ગરમ કરવા મૂકી સમારેલું ડ્રાય ફ્રુટ એમાં નાખી ધીમા ગેસ પર ૨ – ૩ મિનીટ માટે સાંતળો

5) જે દૂધ ઉકળે છે એમાં હવે ખાંડ , પલાડેલું કેસર, સુકી દ્રાક્ષ અને ચારોળી નાખો.

6) ડ્રાય ફ્રુટ શેકાઇ જાય એટલે એને દુધમાં નાખો સાથે આમાં થોડો ઈલાઈચી જાયફળનો પાવડર ઉમેરી દઈશું, આ દુધને લગભગ ૮ – ૧૦ મિનીટ ઉકાળવાનું છે થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દેવો.

7) આને બીજા એક વાસણમાં લઇ ઠંડુ થવા દો રૂમ ટેમ્પરેચર આવે એટલે એને ફ્રિજમાં ઠંડુ થવા મુકો.

8) હવે આ સરસ મજાનું ટેસ્ટી અને યમ્મી શીર ખુરમા બનીને તૈયાર છે.
