હેલ્લો ફ્રેન્ડ્સ , હું છું મનીષા ઠક્કર આજે આપને અમદાવાદનાં ફેમસ નવતાડનાં સમોસા બનાવીશું , જે અમદાવાદનાં ઘી કાંટા એરિયામાં મળે છે ત્યાની પોળના નામ પરથી આ સમોસાનું નામ છે અહી ઘણા બધા પ્રકારનાં સમોસા મળે છે જેવા કે બટાકાના , વટાણાના , દાળના અને ચાઇનીઝ જેમાંથી આજે આપણે દાળ ના સમોસા બનાવીશું જેમાં ચણાની દાળનો ઉપયોગ થાય છે આ સમોસા ભરવા માટે સમોસા પટ્ટીનો ઉપયોગ થતો હોય છે જે બજારમાં સરળતાથી મળી જાય છે પણ આજે હું તમને આ સમોસા પટ્ટી પણ ઘરે કેવી રીતે બનાવવી એ શીખવાડીશ જેથી જો તમે બહારનું નથી ખાતા કે જ્યાં રહો છો ત્યાં સમોસા પટ્ટી નથી મળતી તો પણ આ બનાવી શકો સાથે આ પટ્ટી નો ઉપયોગ તમે સ્પ્રિંગ રોલ બનાવામાં પણ કરી શકો છો ,જો આ બનાવેલી પટ્ટીને સ્ટોર કરવી છે તો ફ્રીઝરમાં૧૫ -૨૦ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો જેથી જયારે પણ આ સમોસા બનાવાની ઈચ્છા થાય ફટાફટ બનાવીને ખાઈ શકો એને ઉપયોગ માં લેતા પહેલા ફ્રીઝરમાંથી કાઢી રૂમ ટેમ્પ્રેચર પર આવે એટલે ઉપયોગ કરવી ,તો ચાલો હવે ફટાફટ સમોસાની રેસીપી જોઈ લો .
સામગ્રી : (સમોસા પટ્ટી માટે )
- ૨૦૦ ગ્રામ મેંદો
- ૧ ચમચી તેલ (મોવણ માટે )
- સ્વાદ પ્રમાણે મીઠું
- પાણી
પૂરણ બનાવા માટેની સામગ્રી
- ૧૦૦ ગ્રામ પલાડીને બાફેલી ચણા દાળ
- થોડી સુકી મેથી ના પત્તા
- ૧/૨ ચમચી જીરું
- ૧ ચમચી લાલ મરચું
- થોડી હળદર
- ૧ ચમચી ગરમ મસાલો
- ૧/૨ ચમચી આમચૂર પાવડર
- સમારેલી કોથમીર
- થોડા કાજુ અને સુકી દ્રાક્ષ
- મીઠું સ્વાદ પ્રમાણે
રીત :
- સૌથી પહેલા આના માટે સમોસા પટ્ટી બનાવાની છે તો પહેલા એનો લોટ બાંધી લેવાનો છે તો લોટ બાંધવા માટે મેંદામાં તેલ અને મીઠું નાખી મિક્ષ કરી લેવું . હવે એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ એનો રોટલીથી સહેજ કઠણ લોટ બાંધી લેવો અને એને ઢાંકીને ૫ – ૧૦ મિનીટ રહેવા દેવો .

2) ત્યારબાદ એનું પૂરણ તૈયાર કરવાનું છે તો એક વાસણમાં પૂરણ માટે ની બધી સામગ્રી લઈ હલ્કા હાથે મિક્ષ કરી લેવી .

3) હવે જે લોટ બાંધીને રાખ્યો હતો એને ફરી એકવાર મસળી એમાંથી ૬ મોટા લુઆ બનાવી લેવા, મેંદાનું અટામણ લઈ આમાંથી ત્રણ નાની રોટલી વણવી ત્યારબાદ એક રોટલી પર થોડું તેલ અને એના પર કોરી મેંદો છાંટોએના પર બીજી રોટલી મૂકી ફરીથી તેલ લગાવી મેંદો છાંટો છેલ્લી રોટલી એના પર મૂકી દો તેના પર કશું લગાવવાનું નથી હલકા હાથે સહેજ દબાવી દેવી

4) મેંદાનું અટામણ લઈ આ રોટલીને મોટી અને પાતળી વણી લેવી, તેને ગરમ તવી પર ૨૦ – ૩૦ % જેવી શેકી લેવી

5) ત્યારબાદ સાચવીને એના પડ અલગ કરી લેવા , શેકેલી રોટલીમાંથી લાંબી પટ્ટી કાપી લેવી

6) ફોટો માં બતાવ્યા પ્રમાણે એને વાળતા જવું બે વાર એને વાળો એટલે કોનશેપ બનશે એમાં પૂરણ ભરી બાકીના ભાગ પર મેંદાની પેસ્ટ લગાવી સમોસાને પેક કરી દેવું .

7) તૈયાર સમોસાને મીડીયમ થી ફાસ્ટ ગેસ પર સરસ સોનેરી કલરનાં થાય ત્યાં સુધી તળી લેવા .
8) ગરમા ગરમ સમોસાને તીખી મીઠી ચટણીની સાથે સર્વ કરો .

નોંધ :
સમોસા પટ્ટીને બનાવીને તમે ફ્રીઝરમાં ૧૫ – ૨૦ દિવસ સુધી સ્ટોર કરી શકો છો જયારે જરૂર હોય ત્યારે ફ્રીઝરમાંથી કાઢી રૂમ ટેમ્પરેચરપર આવે એટલે ઉપયોગ માં લેવી આ જ રોટલીને તમે ચોરસ શેપમાં કાપી સ્પ્રિંગ રોલ બનવા માટે પણ વાપરી શકો છો .
પુરણ અત્યારે ચણાની દાળનું કર્યું એના બદલે તમે એકલા વટાણા , બટાકા કે નુડલ્સ નું પણ કરી શકો .
આને ક્યારેય ધીમા ગેસ પર નહિ તળવાના નહિ તો આમાં તેલ ભરાઈ જાય .